________________
સદાલપુત્રનો નિયતિવાદ - [૪]
ગ્રામાનુગ્રામ વિહરતા ભગવાન શ્રી મહાવીરસ્વામી એકવાર પોલ્લાસપુર નગરને વિષે પધાર્યા. આ ગામમાં એક શ્રીમંત કુંભાર વસતો હતો. તે ઘણો શ્રીમંત હતો એટલું જ નહીં પણ સારા બુદ્ધિમાન પુરુષોમાં પણ તેની ગણતરી થતી. કુંભારના ભાવભર્યા આમંત્રણથી મહાવીર સ્વામી તેને ત્યાં ઊતર્યા. પ્રભુને આ ઉચ્ચ કે આ નીચ એવો ભેદ ન હતો. જયાં ઋજુતા, નમ્રતા, વિનય-વિવેક જણાય અને જયાં સુધી વસવાથી ધર્મનો પ્રચાર થાય ત્યાં તેઓ ગમે તે ભોગે જતા અને રહેતા.
મહાવીરસ્વામીના સમયમાં ગોશાળાનો મતવાદ ખૂબ જોરથી પ્રવર્તતો. જો કે તે એકવાર મહાવીર પ્રભુનો જ આજ્ઞાધારી શિષ્ય હતો, પણ પાછળથી તેણે પોતાનો જુદો મત પ્રવર્તાવ્યો અને પોતે જ સર્વજ્ઞ છે એમ કહી ભદ્રિક જનોને ભોળવતો. આ સદાલપુત્ર પણ ગોશાળાનો જ એક અનુયાયી હતો.
તડકામાં સુકવેલાં માટીનાં નવાં વાસણો સામે દષ્ટિ કરી મહાવીરે સદાલપુત્રને પૂછયું – “આવાં સરસ વાસણો તમે શી રીતે તૈયાર કરો છો ?”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org