________________
સદાલપુત્રનો નિયતિવાદ
“પહેલાં તો ચીકણી માટી લાવી, તેની અંદર પાણી નાખી ખૂબ કેળવું છું. પછી પિંડ બાંધી ચાક ઉપર ચઢાવી, તેના મરજી પ્રમાણે ઘાટ ઉતારું છું.' કુંભારે પોતાની કળાનું વિસ્તારથી વર્ણન કર્યું.
“ત્યારે એમાં પુરુષાર્થ અથવા ઉદ્યમ તો જરૂર કરવો પડતો હશે.’’ મહાવીર પ્રભુએ બીજો પ્રશ્ન કર્યો.
33
બુદ્ધિમાન કુંભાર એ પ્રશ્નનો આશય તરત જ સમજી ગયો. પોતે ગોશાળાનો મતાનુયાયી હતો અને જે કાળે જે થવું જોઈએ તે જ થાય, એ પ્રકારના નિયતિવાદને માનનારો હતો અન એટલા જ માટે શ્રી મહાવીર પ્રભુ ઉલટાવી ઉલટાવીને આ પ્રકારના પ્રશ્ન પૂછી રહ્યા હતા એમ તે કળી ગયો.
-
કુંભારે સ્હેજ ફેરવી તોળવાની યુક્તિ કરી. તેણે કહ્યું : ‘‘એમાં પુરુષાર્થ જેવું કંઈ જ નથી હોતું. જ્યારે જેવા ઘાટ ઊતરવાના હોય ત્યારે તેવા જ ઘાટ ઊતરે.''
પ્રભુના મુખ ઉપર મંદ હાસ્ય રમી રહ્યું. તેમને થયું કે કુંભાર બુદ્ધિશાળી હોવા છતાં કેવો દુરાગ્રહ રાખી રહ્યો છે ? પોતાનો મત ખંડિત થશે એવા ભયથી કેવી કુતર્કજાળ ગૂંથે છે ?
“પણ ધારો કે કોઇ અનાડી માણસ તમારો આ આખો નીંભાડો ભાંગીને ભૂકો કરી નાખે તો તમને કંઈ દુઃખ થાય ખરું ?”
‘એવા અનાડીને હું સાજો-તાજો તો ન જ જવા દઉં, તેનું એકે એક હાડકું ખોખરું કરી નાખું.' કુંભારના શબ્દોમાં તેનો રોષ દેખાઈ આવ્યો.
‘નિયતિવાદીને આટલો રોષ શોભે ? જે કાળે જે બનવા યોગ્ય હોય તે જ બને એમ માનનારને વળી રોષ કે ક્રોધ જેવું સંભવે જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org