________________
કદરૂપો નંદીષેણ
ઉપાશ્રયે પહોંચ્યા. માર્ગમાં પણ તેણે એ જ ભાવના ભાવી કે :– “મારું તો ઠીક, પણ બિચારા આ સાધુને ક્યારે આરામ થશે? આવો ભયંકર રોગ ક્યારે નિર્મૂળ થશે ?’'
ઉપાશ્રયે આવ્યા પછી જાળવીને સાધુને નીચે ઉતારી તેમના માટે પથારી કરી અને સૂઈ રહેવા વિનવ્યા.
૩૧
પણ આ શું ? નંદીષેણે આંખ ચોળીને આસપાસ જોયું તો સાધુ જ ન મળે ! સાધુને બદલે એક અતિ કાંતિવાન સ્મિતભરી દેવમૂર્ત્તિ આંખ સામે આવીને ઊભી રહી !
“નંદીષેણ મુનિવર ! મેં જ તમારી પ્રેમવૃત્તિની કસોટી કરવા આ કપટવેશ ધર્યો હતો. આટઆટલી અકળામણમાંથી તમે નિર્વિઘ્ન ઉત્તીર્ણ થયા અને ક્રોધ કે તિરસ્કારનો એક શબ્દ સરખો પણ ઉચ્ચારવાને બદલે રોગીની સેવા-સુશ્રુષા કરી તે બદલ તમે ખરેખર અમરપદને યોગ્ય છો. સેવાભાવના એક આદર્શ તરીકે તમારું નામ કાળના અંતપર્યંત ટકી રહેશે.’
એટલું કહીને દેવ અંતર્ધાન થયા. નંદીષેણે પોતાની સેવા અવિચ્છિન્ન રાખી. ઘણું લાંબુ આયુષ્ય ભોગવી તેઓ કાળધર્મ પામ્યા. અતિ ઉત્કટ તપશ્ચર્યા અને સેવાના પ્રતાપે તેઓ બીજા ભવમાં અત્યંત મનોહર સ્વરૂપવાળા “સ્ત્રીવલ્લભ” વસુદેવ થયા. નંદીખેણના ભવમાં જેટલા કદરૂપ હતા તેટલા જ વસુદેવના ભવમાં તેઓ મનોહર મનાયા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org