________________
અર્પણ + ક્ષમાશ્રમણ
અરે મહારાજ! અહીં ટાઢી છાયામાં બેસી ભોજન ઉડાવો છો અને ગામબહાર એક સાધુ બિચારો મરવા પડ્યો છે તેની તો કંઈ પરવા યે નથી રાખતા ! આ જ તમારો સેવાભાવ કે?''
હાથમાંનો કોળિયો હાથમાં જ રહી ગયો. તે એકદમ ત્યાંથી ઊભા થયા અને મહામહેનતે શુદ્ધ પાણી મેળવી હાથ ધોઈ નાખ્યા.
નંદીષેણ ગામ બહાર જયાં આગળ પેલા બીમાર સાધુ પડ્યા હતા ત્યાં પહોંચ્યા. સાધુને અતિસારનો મહાવ્યાધિ લાગુ પડ્યો હતો. મળ-મૂત્ર સાફ કરવા જેટલી પણ તેમનામાં શક્તિ ન હતી. ભેગા થયેલાં મળમૂત્રના ગંદવાડથી માથું ફાટી જાય એવી દુર્ગધ છૂટતી હતી. પણ નંદીષણનું એક રૂંવાડું યે ન ફરક્યું. જાણે ચંદનના લેપમાં હાથ બોળવાના હોય તેમ તેણે બહુ જ મૃદુભાવે-પ્રેમભર્યા અંત:કરણે સાધુનાં મળમૂત્ર ધોઈ નાખ્યાં.
આવા બીમાર સાધુને એકલા તો ન જ મુકાય. નંદીએણે તેમને પોતાના ઉપાશ્રયમાં લઈ જવાનો વિચાર કર્યો. પણ સાધુમાં એટલી તાકાત ન હતી કે ટેકો દઈને પણ બે ડગલાં ચાલી શકે.
નંદીષેણે તેમને પોતાના ખભા ઉપર ઉપાડી લીધા. એકધારી તપશ્ચર્યાને લીધે તેમનું અંગ શોષાઈ ગયું હતું. સાધુના ભારને લીધે તેમના પગ ધ્રૂજવા લાગ્યા. પૂજતા પગે તેઓ ઉપાશ્રય તરફ ચાલ્યા.
બજારની મધ્યમાં આવતાં પેલા સાધુને એવો ઝાડો થયો કે નંદીષણનું આખું શરીર વિષ્ટા વડે ખરડાયું. કદરૂપતામાં ઓર દુર્ગધી મળી. બજારના માણસો નાક આડો હાથ રાખી નંદીષેણના આ વિચિત્ર ઢંગ સામે જોઈ હસી રહ્યા.
એટલું છતાં નંદીષેણની ધીરજ ન ટળી. તે કાંધ ઉપરના ભારને અને તે કરતાંયે વધુ અસહ્ય દુર્ગધીને મુંગે મોડે સહન કરતાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org