________________
કદરૂપો નંદીષેણા
૨૯ બીજાં બધાં દુ:ખ સહન થાય; પણ મારા લોહી-હાંડ-માંસને બાળી નાખતી આ કદરૂપતા કાયમને માટે શી રીતે સહી લેવાય ? જ્યાં જઉં ત્યાં એ કદરૂપતા મારી સાથે ને સાથે રહી મારો તિરસ્કાર કરાવે છે. એક શ્વાન કરતાં પણ વધુ ખરાબ દશા હું ભોગવું છું.” નંદીષેણે કહ્યું.
“આ સરૂપ છે અને આ કદરૂપ છે એ કેવળ ભ્રમણા સિવાય બીજું કંઈ જ નથી. પ્રેમ ગમે તેવા કદરૂપને પણ કામદેવ સમાન મનોહર બનાવી શકે છે. જે ક્ષણે તારામાં વિશ્વના પ્રાણીમાત્ર પ્રત્યે નિર્વિકાર મૈત્રીભાવ જાગશે તે જ ક્ષણે તારું આખું સ્વરૂપ પલટાઈ જશે. એ તિરસ્કાર કરનાર પ્રત્યે પણ તું પ્રેમભાવથી નિહાળ. તારો નિષ્કામ પ્રીતિભાવ સામાન્ય નર-નારીઓમાં એક પ્રકારની મમતા ઉત્પન્ન કરશે અને તને આજના કરતાં કોઈ જુદી જ દૃષ્ટિથી નીરખશે. પ્રીતિભાવ એ સર્વ રસાયણોનો રાજા છે. એ રસાયણ તારી બધી કદરૂપતાને ધોઈ નાખશે.
તપસ્વીનો ઉપદેશ નંદીષેણના અંતરમાં સોંસરો ઊતરી ગયો. તે દિવસથી તેણે કોઈના પ્રત્યે ક્રોધ, ઈર્ષા કે વેરભાવ ન રાખવાનો દૃઢ નિશ્ચય કર્યો. પ્રાણીમાત્રને આત્મવતું સમજી તેમની વિવિધ પ્રકારે સેવા-સુશ્રુષા કરવા લાગ્યો. ઉગ્ર તપશ્ચર્યા અને જવલંત સેવાભાવને લીધે જોતજોતામાં નંદીષણનું નામ સર્વત્ર પંકાઈ ગયું. સરસ્વતીએ પણ તેની ઉપર પ્રસન્ન થઈ “ગીતાર્થ” પદ આપ્યું. સતત તપશ્ચર્યા અને એકનિષ્ઠ સેવાભક્તિના તાપમાં તેની કદરૂપતા બળીને રાખ થઈ ગઈ. રોગીઓ, પીડિતો અને વૃદ્ધોની સેવા-ચાકરી કરનાર તરીકે નંદીષણનું નામ લોકોની જીભ ઉપર રમી રહ્યું.
એક દિવસે નંદીષણની સેવાવૃત્તિની ખૂબ આકરી કસોટી થઈ. બે દિવસના ઉપવાસ પછી નંદીષેણ પારણું કરવા બેઠા હતા. હાથમાંનો કોળિયો મોંમાં મૂકે એટલામાં તો કોઈએ આવી સમાચાર આપ્યા :
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org