________________
અર્પણ + ક્ષમાશ્રમણ
ઠેકાણે રહે તો ધીમે ધીમે થાળે પડે અને સુખથી જીવન નિર્ગમે.
મામાએ નંદીષેણને માટે કન્યાઓની તપાસ ચલાવી. પણ જેનું મ્હોં જોવું ન ગમે તેને પોતાની કન્યા કોણ આપે? મામાએ પોતાની પુત્રી વેરે પરણાવવાનો વિચાર કર્યો, પણ પુત્રીને એ વાતની જાણ થતાં, વિનય-લજ્જાને એક કોરે રહેવા દઈને એવી તર્જના કરી કે મામાને એ વિચાર માંડી વાળવો પડ્યો.
૨૦
નંદીષેણે પોતે જ કહ્યું :– “મામા! મારામાં એવું શું રૂપ છે કે કોઈ મને પોતાની કન્યા આપે ? આ ભારરૂપ જીવન ગમે તે પ્રકારે વીતાવી દેવા સિવાય બીજો એકે ઇલાજ નથી.’’
મામો મૌન રહ્યો.
એ રીતે કેટલાક દિવસો નીકળી ગયા.
નંદીષેણને હવે જીવન અસહ્ય થઈ પડ્યું. આમ કાગડા-કૂતરાની પેઠે જીવવું તેના કરતાં ગળે ફાંસો ખાઈને કે ઝંપાપાત કરીને જીવનનો અંત લાવવો એ શું ખોટું ? આવો વિચાર કરી તે એક અંધારી રાત્રીએ મામાના ઘરની બહાર નીકળી પડ્યો.
મામાએ આસપાસ તપાસ કરાવી. નંદીષેણનો પત્તો ન મળ્યો.
આ તરફ નંદીષેણને ફરતાં ફરતાં એક તપસ્વી મુનિનો સમાગમ થયો. આંખમાં આંસુ આણી નંદીષેણે પોતાની દુર્દશા વર્ણવી. મુનિજીએ તેને આશ્વાસન આપતાં કહ્યું :–
‘મ્હોટા ચક્રવર્તીઓ પણ ભોગાવલી કર્મથી છૂટી શકતા નથી. આપઘાત કરવાથી કે ગાઢ અરણ્યમાં સંતાઈ રહેવાથી કૃતકર્મ આપણને મૂકી દે એ અસંભવિત છે. એ કર્મ તો ભોગવ્યે જ છૂટકો.’’
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org