________________
કદરૂપો નંદીષેણ - [૩]
નંદીષેણનાં માતપિતા મૂળથી જ દિરદ્ર હતાં. નંદીષેણના જન્મ પછી તેઓ લાંબું ન જીવ્યાં. એક તો અપાર દારિદ્રય અને તેમાંયે વળી ચીતરી ચડે એવી કદરૂપતા. તે જ્યાં જાય ત્યાં તેનો તિરસ્કાર થવા લાગ્યો. માતપિતાનો પૂરો સ્નેહ તે ન મેળવી શક્યો, એટલું જ નહીં પણ સગાં-વહાલાં ને સ્નેહી-સંબંધી પણ તેને તરછોડવા લાગ્યા. નખથી લઈને તે માથા સુધી તેનાં સર્વ અવયવો બેડોળ હતાં. આંખો જોઈ હોય તો બિલાડીના જેવી પીળી, હોઠ જુઓ તો ઊંટના જેવા લાંબા ને લબડતા, પેટ જોયું હોય તો જાણે મ્હોટો ગોળો અને કાન સુપડા જેવા. છોકરાંઓ તો તેને ચીડવે, પણ કહે છે કે ગામનાં કૂતરાં અને ઢોર-ઢાંખર પણ તેને જોઈને ભડકતાં.
બધે હાડહાડ થવાથી આખરે કંટાળીને તે પોતાના મામાને ત્યાં ગયો. અહીં પણ નસીબ બે ડગલાં આગળ ને આગળ. કોઈ તેની સામે સ્નેહની નજરે ન જુએ. મામો ભલે માણસ હતો, તેણે તેને આદર આપ્યો. પણ મામી અને પુત્ર-પુત્રીઓ તો તેને એક શાપરૂપ જ સમજ્યાં.
ઘણા દિવસ મામાની પાસે રહી મહેનત-મજૂરી કરી મામાને સંતોષ આપ્યો. મામાને પણ થયું કે જો નદીષેણ પરણે અને ઘર માંડીને એક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org