________________
હરિકેશિબલ
૧૬૫ મુનિના ક્રોધ ભયથી નહિ, પણ હિંદુક્યક્ષ જેના નામની એ વખતે વારાણસીમાં રાડ બોલતી હતી તે કદાચ કોપ કરશે તો સોથ વાળી નાખશે એવા ભયથી મુનિને પુનઃ પુનઃ વંદના કરી એ વિપ્રો કહેવા લાગ્યા :
“ગુરુદેવ ! અમ અજ્ઞાન બાળકો ઉપર દયા કરજો - અમારા દોષ માફ કરજો.”
હરિકેશિબલ મહામુનિ પારણાને યોગ્ય શુદ્ધ આહાર લઈ પોતાના સ્થાને પાછા વળ્યા. પણ યજ્ઞમંડપમાં ટોળે મળેલા યાજ્ઞિકોના દિલમાં કુતૂહલ જાગી પડ્યું. એમણે સુભદ્રા દેવીને નમ્રભાવે કહ્યું :
“આ મુનિના તપશ્ચર્યાના પ્રભાવથી તમે કેવી રીતે સ્વસ્થ થયા અથવા તો સિંદુકયક્ષના કોપમાંથી કેમ બચ્યા તે જણાવશો તો અમારી ઉપર મોટો ઉપકાર થશે. આજે તમે અમને ભયંકર આફતના મુખમાં ઓરાતા બચાવી લીધા છે. એક નવી જ દૃષ્ટિ અમને મળી છે.”
યજ્ઞ અને ક્રિયાકાંડ ભૂલીને લગભગ બધા જ પુરોહિત ઋષિપત્ની સામે મીટ માંડીને શાંતિથી બેસી ગયા. સુભદ્રાએ કહેવા માંડ્યું :
કાશીરાજની કન્યા-સુભદ્રા ! યૌવનમદે મને જ્યારે ઉન્મત્ત બનાવી દીધી હતી - મારા રૂપ-લાવણ્ય પાસે સંસારની સર્વ વસ્તુઓને તુચ્છ માનતી હતી ત્યારે મારી સખીઓ સાથે એક વાર ઉદ્યાનમાં હિંદુકયક્ષના મંદિરે ગઈ હતી. યક્ષ કન્યાઓના મનોવાંછિત પૂરે છે એવી કંઈક શ્રદ્ધા ખરી. યક્ષની પૂજા કરી બહાર નીકળતી હતી એટલામાં આ મુનિને મેં મંદિરના એક ખૂણામાં ઊભેલા જોયા. કયાં મારી રૂપરાશી અને કયાં આ તાપ-ટાઢમાં શેકાઈને શોષાઈ ગયેલો-અનાહારથી અસ્થિના માળખા જેવો દેખાતો આ ભિક્ષુક !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org