________________
ધન્ના-શાલિભદ્ર
૨૧૯ પોતાના ભૂતકાળ અને વર્તમાનકાળની તુલના કરે છે અને તેની સાથે ભાવિને સરખાવે છે ત્યારે વિષાદની નાની વાદળી ધન્ના શેઠના અંતર ઉપર છવાઈ જાય છે. એકાંત મળતા પોતાનાં આત્મા સાથે ગોષ્ઠી કરતા હોય તેમ ધણા શેઠ પોતે જ પોતાને પૂછે છે : “આમાં મારું પોતાનું શું છે?” - ઋદ્ધિ અને સમૃદ્ધિથી ભરેલા મહેલમાં ધન્ના શેઠને પોતાની અંદર ઘણીવાર ઘોર શૂન્યતા-રિક્તતા વ્યાપેલી દેખાય છે. આત્માનો ભંડાર જાણે કે સૂનો પડ્યો છે. જે ત્યાગ-વિરાગને દેવો પણ અભિનંદે છે, તે ત્યાગ કે તપની નાની-નજીવી મૂડી પણ ત્યાં જમા થવા નથી પામી. આ કોઈને કહી ન શકાય એવી શૂન્યતા જોઈને ધન્ના શેઠ ઘણીવાર ગમગીન બની જાય છે.
સુભદ્રા કે જે ધન્ના શેઠની સૌથી વધુ માનીતી, કુશળ અને શ્રદ્ધાસંપન્ન સ્ત્રી છે તે ધન્ના શેઠની ઉદાસીનતા સમજે છે. પણ તે એનું ખરું નિદાન કરી શકતી નથી. અને એમજ લાગે છે કે ભોગોપભોગની અતિશયતા અને તૃપ્તિમાંથી આવી વિરક્તિ જનમે એ સ્વાભાવિક છે. સુભદ્રા પોતે વૈભવમાં ઊછરી છે તેમજ એ વૈભવ વિફરે છે ત્યારે કેવી થપાટ લાગે છે તે પણ અનુભવ્યું છે. વૈભવ અને ઐશ્વર્યનો પણ માનવીને થાક લાગે છે. ધન્ના શેઠને એવો થાક લાગ્યો હશે એમ સમજી સુભદ્રા શાંત રહેતી.
એટલામાં ધર્મઘોષસૂરિનાં પુનિત પગલાં રાજગૃહીના ઉદ્યાનમાં થયાં. ધણા શેઠ જે અંતર્થથા છેલ્લા કેટલાક મહિનાઓ થયા વેદતા હતા તેનો ઉપાય મળી ગયો. તપ, સંયમ અને ઉપશમ એ માનવજીવનની ખરી સમૃદ્ધિ છે અને જેણે એ સૂક્ષ્મ સમૃદ્ધિ નથી ઉપાજી તે ભલે કુબેર ભંડારી કરતાં સવાયો હોય તો પણ એ દીન અને કંગાળ જ રહેવાનો. સૂરિજીના થોડા દિવસના એ પ્રકારના ઉપદેશે ધન્ના શેઠને નિર્મળ જીવનદૃષ્ટિ આપી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org