________________
અર્પણ + ક્ષમાશ્રમણ
૧૩૬
ત્યારે આવા શ્રમણો લતાકુંજની ગરજ સારતા. અધમમાં અધમ માનવી ત્યાં સત્કાર અને સૌહાર્દ પામતો. વધુ પરિચયે એની દૃષ્ટિ જ પલટાઈ જતી.
શ્રમણ ક્યાંય સુધી ચિલાતી તરફ પોતાનો ઘણા સમયનો ખોવાયેલો આત્મીય હોય તેમ અમીભીની આંખે જોઇ રહ્યા. ગ્રીષ્મનો મંદ સમીર સંતમના અંગેઅંગને સ્પર્શે અને શાતા ઉપજાવે તેમ શ્રમણના દૃષ્ટિપાત માત્રથી ચિલાતી અપૂર્વ શાતા વેદી રહ્યો. એને એમ લાગ્યું કે-બીજો કોઇ માણસ, આવી દશામાં તિરસ્કાર જ કરે, આ તપસ્વી, નિર્વિકાર રહેવા છતાં કેટલું મમત્વ વર્ષાવી રહ્યા છે?
શ્રમણની કંઇ ભૂલ ન થાય એટલા માટે ચિલાતી ફરી પોતાનો પરિચય આપવા ઉતાવળો થયો : “હું દાસીપુત્ર - ધનાવહ શેઠને ત્યાં રાજગૃહીમાં ઊછરેલો. આ સુસુમા જેનું માથું હજી મારા હાથમાં છે તે એ શેઠની પુત્રી-મારી પાછળ ચાલી નીકળેલી’' સુસુમાની વાત કરતાં એ જરા ગળગળો થયો.
“તારે કહેવું હોય તે ખુશીથી કહી દે. બાકી મારાથી કંઈ અજાણ્યું નથી.'' શ્રમણે ચિલાતીની મૂંઝવણ ટાળવા કહ્યું.
27
“તને પ્રથમથી જ સુસુમા તરફ આસક્તિ હતી, અને સુસુમા પણ તું દાસીપુત્ર હોવા છતાં તારા તરફ મોહ-મમતા દર્શાવતી, ખરું ને? “ખરું, ગુરુદેવ !’’
“આસક્તિ અને મોહનાં મૂળ બીજ, જન્મજન્માંતરની કાળજૂની ભૂમિમાં દટાયેલાં હોય છે. એ અકસ્માત કે અણધાર્યા નથી ઊગી નીકળતાં. તું પણ એક દિવસે મારા જેવો જ શ્રમણ-તપસ્વી અને વળી શાસ્ત્રવિદ હતો. માત્ર આસક્તિની નાગચૂડમાંથી છૂટી શક્યો નહિ. આસક્તિએ જ તારો અકાલે ઘાત કર્યો અને એ જ આસક્તિ આજે તારા માર્ગમાં એક મહાન્ અંતરાયરૂપ બની રહી છે' શ્રમણની વાત પૂરી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org