________________
૧૩૦
ચિલાતી પુત્ર ચિલાતીથી સમજાઈ નહિ. વિરાગ અને તાત્વિકતા કરતાં એને ગત જીવનની નક્કર હકીકત જાણી લેવાનો લોભ વળગ્યો. - “હું શ્રમણ હતો, કોઈ કાળે? અને ફરી દાસીપુત્ર થયો? એમજ હોય તો આ બધી ઘટમાળ અર્થહીન નથી ?'
આ પ્રશ્ન સાંભળી શ્રમણના ચહેરા ઉપર આછું સ્મિત રમી રહ્યું. એમને થયું કે એક વખતનો ચતુર કિયાકાંડી અને સમર્થ શાસ્ત્રવિદ પણ, થોડા પ્રમાદ દોષને લીધે કેવી કઢંગી સ્થિતિમાં મુકાય છે?
કોઈ તંત્ર અર્થહીન નથી– અર્થહીન કે સ્વેચ્છાચારી તંત્ર લાંબુ ટકી શકે જ નહિ. તને ભલે યાદ ન આવે, પણ તું પોતે જ એક દિવસ દિવિજયી જેવો શાસ્ત્રજ્ઞ પંડિત હતો. શાસ્ત્રાર્થમાં હાર્યો અને એક શરતના પાલન અર્થે તું શ્રમણ થયો. પણ બળાત્કારથી કંઈ સાધુતા નથી આવી જતી. શ્રમણ બનવા છતાં તું મલિનતાના પરિષદને જીતી શક્યો નહિ. તને સતત એમ જ લાગતું કે શ્રમણ-સાધુ યથેચ્છ સ્નાનશુદ્ધિ કરી શકતો હોય તો કેવું સારું? પરાણે સંયમધર્મ પાળતો તું તારા ઘરે એક દિવસ આવી ચડ્યો. તારી સ્ત્રી તને જોતાં જ મોહ પામી, પણ તું તો પ્રતિજ્ઞાબદ્ધ હતો. અનિચ્છાએ પણ જે પ્રતિજ્ઞા લીધી તે તો પળાવી જ જોઈએ એ ટેકથી તું હજી ઢીલો નહોતો બન્યો. એ ટેક તારી શક્તિના પ્રતીકરૂપ હતી અને આજે પણ છે. તારી સ્ત્રીએ તને ચળાવવા ઘણા ઘણા પ્રપંચો કર્યા પણ તેમાં તે ન ફાવી. એ પ્રપંચના જ પરિણામે એક દિવસ તે તારા પ્રાણ ગુમાવ્યા. તારી સ્ત્રીને પણ, પછી તો ઘણો પશ્ચાત્તાપ થયો. પણ જે બનવાનું હતું તે બની ગયા પછી એનું કંઈ વળે તેમ ન રહ્યું. મળ, મલિનતાને ધિક્કારનારો તું આખરે આ શેઠને ત્યાં દાસીપુત્ર તરીકે જનમ્યો અને તારી ગત જન્મની સ્ત્રી તે જ આ સુસુમાં. આસક્તિ મદારીની જેમ કેવા નાચ નચાવે છે તે તું પોતે જ વિચારી જો”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org