________________
૯૮
'અર્પણ + ક્ષમાશ્રમણ અંધારામાં આથડેલો અટવીનો પ્રવાસી જ પ્રકાશના પહેલા કિરણનો મહિમા સમજે છે.” એટલું કહી તપસ્વિનીએ પૂર્વ દિશા તરફ થોડે દૂર દેખાતી એક વૃક્ષઘટા તરફ જવા પગ ઉપાડ્યા.
અને, બેટા ચંદ્રયશ ! સાચી વાત ગમે ત્યારે કહી નાખવી એ શું તને એટલી બધી સહેલી વાત લાગે છે ? આ વાત કહેતાં મારું હૃદય કેટલું વલોવાય છે તે એક માત્ર કેવલી ભગવાન સિવાય બીજું કોઈ જ સમજી શકે એમ નથી. એક માતાને પોતાના પુત્રો પાસે પોતાના જ કુટુંબની એક શરમભરી કથા કહેતાં કેટલી વેદના, કેટલી મુંઝવણ, કેટલો સંકોચ થતો હશે એની તો તમને કલ્પના સરખી પણ ક્યાંથી આવે? એ મુંઝવણ સમજવા તો પુરુષ સ્ત્રીનો જન્મ જ લેવો પડે.”
યોસ્નાયી રાત્રીએ, નિર્જન નદી કિનારે દૂરદૂરથી તણાઈ આવતા વિરહસંગીતના સ્વરો, અંતરમાં જેવું તોફાન જગાવે અને છતાં જેમ જેમ સાંભળવા જઈએ તેમ તેમ પળે પળે મનોરમ મુંઝવણની સાથે મોહ પણ વધતો જાય એવી જ દશા આ બન્ને રાજવંશીઓ અનુભવી રહ્યા. તપસ્વિનીના વૃત્તાંતમાં તેમને કોઈ અકલ્પિત ઈતિહાસનો ભાસ થયો. પોતાની કુટુંબકથા સાંભળવાની, ચંદ્રયશ અને નમિરાજની ઉત્કંઠા વધતી ચાલી. તેઓ તપસ્વિનીને અનુસરતા, છાવણીથી થોડે દૂર એક નિર્જન સ્થાને ગયા અને માતાની સંમુખ પુત્રો બેસે તેમ સ્વસ્થપણે બેઠા.
તપસ્વિનીએ પણ હવે વધુ વિલંબ ન કરતાં પોતાની આત્મકથા કહેવી શરૂ કરી :
બેટા ચંદ્રયશ ! એ વખતે તો તું બહુ નાનો હતો. પણ પાછળથી તે તારી માતા–મદનરેખાનું નામ તો સાંભળ્યું હશે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org