________________
મિથિલાપતિ નમિરાજ
હા, પણ મારી માતા મદનરેખા તો ઘણાં વર્ષો થયાં એકાએક વૈરાગ્ય પામી, સંસાર તજી, પોતાની મેળે જ કોઈને કહ્યા વિના ચાલી નીકળેલી એમ સાંભળેલું.” ચંદ્રયશ વચમાં જ બોલી ઊઠ્યો.
બરાબર, પણ તે અર્ધસત્ય છે. પ્રતિષ્ઠિત ગણાતા રાજવંશ અને કુલીન કુળની મર્યાદા મોટે ભાગે એવાં અર્ધસત્યો ઉપર જ આધાર રાખતી હોય છે. એકાએક વૈરાગ્ય પામવાનું મને શું નિમિત્ત મળ્યું, એ જાણવાની કોઈ શા સારુ દરકાર રાખે? અને કોઈ જાણતું હોય તો પણ એ ભૂલી જવા જેવી વાતોને શા સારુ સદા સંભારી રાખે ? હું પણ એ કહેવા તૈયાર ન થાત; પરંતુ બે પાડોશી રાજયો જો કોઈ દૈવી સંકેતે સ્થાયી બંધને બંધાતાં હોય તો મારી એકલીની રાજી કે નારાજી કંઈ લેખામાં ન ગણાય.” - મિથિલાપતિ નમિરાજ તો આમાંનો એક અક્ષર પણ નહોતો જાણતો. અવન્તિને મિથિલાનું જ એક અંગ બનાવી દેવું, અવન્તિનું નામ-નિશાન મિટાવી દેવું, અને અવત્તિનું રાજબીજ ભૂલેચૂકે પણ ક્યાંય મૂળ ન નાખે એ રાજમંત્ર તેના લોહીમાં મળી ગયો હતો. પોતે અવન્તિના જ રાજવંશનો એક કુળદીપક છે એ રહસ્ય તેની બુદ્ધિ અને સંસ્કારથી અગમ્ય હતું, ચંદ્રયશ કરતાં તેની જિજ્ઞાસા હવે વધુ તીવ્ર બની.
એ જ હું મદનરેખા-ચંદ્રયશ અને નમીરાજની માતા.” એટલું કહેતાં તપસ્વિનીની આંખે અંધારા આવ્યાં. તે ઘડીવાર થંભી. હૈયાને જાણે કે નીચોવતી હોય તેમ સખતાઈ તેના વદન ઉપર તરવરી.
“એક દિવસે તમારા પિતા-યુગબાહુ, વસંતોત્સવ ઉજવવા ઉદ્યાનમાં ગયા. હું પણ છાયાની જેમ અનુસરતી તેમની સાથે ગઈ. મારાં પુણ્ય પરવાર્યા હશે. બીજે દિવસે સવારે ઊઠીને મેં જોયું તો એમનું મસ્તક દેહથી છૂટું પડ્યું હતું. એક રાત્રીમાં જ કોણ જાણે કેટલાયે કઠણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org