________________
મિથિલાપતિ નમિરાજ
૯૭ - “અવન્તિપતિ અને મિથિલાપતિ એક જ માતાપિતાનાં સંતાન હોય એ દેખીતી જ અસંભવિત વાત છે. તમે કદાચ ન જાણતા હો તો અમારી પાસેથી એટલું જાણી લ્યો કે અમે તો જન્મવેરીઓ. અવતરતાંની સાથે જ શત્રુતાને સંઘરી સાચવી રાખનારા રાજવંશીઓ. કોઈ આધ્યાત્મિક રહસ્ય કે ગત ભવની કથા કહેતા હો તો જુદી વાત.” નમીરાજ સ્વભાવે ઉગ્ર છે અને અશ્રદ્ધા તો પાલક પિતાના વારસામાં જ ઊતરી હશે એમ આ ઉદ્ગારે બતાવી આપ્યું.
નહીં, વત્સ ! હું ગતભવની કથા કહી તમારા ઊકળતા લોહીને અકાળે ઠારી દેવા નથી માગતી. તેમ કોઈ આધ્યાત્મિક રહસ્ય સુણાવી તમારી યૌવનસુલભ ઉદામતાને અપંગ બનાવી દેવાની પણ મારી ઈચ્છા નથી. હું આ ભવની જ તમારી માતા છું. અને ગઈકાલના જ એક કારમાં પ્રસંગનું રહસ્ય તમારી આગળ ખુલ્લું કરવા માગું છું.” - એમ જ હોય તો પછી આટલા લાંબા વખત સુધી એ બધું છુપાવી રાખવામાં અને રહી રહીને આ મુહૂર્ત જ ખુલ્લું કરવામાં તમારો શું આશય છે ? ગમે તેવું પ્રિય કે અપ્રિય પણ જો તે સત્ય જ હોય તો શું વહેલામાં વહેલું પ્રકટ થવા યોગ્ય ન હતું?” અવન્તિરાજે વિનય સાથે આ શબ્દો ઉચ્ચાર્યા. તે પણ નમીરાજની જેમ જ શંકા અને આકાંક્ષાની સત્તા નીચે હતો એમ દેખાયું.
દરેક સત્ય અનુકૂળ મુહૂર્તની જ રાહ જોતું હોય છે. સત્ય એ કંઈ ઈદ્રજાળ નથી કે પ્રકટ થાઓ' એમ કહેતાંની સાથે જ તે સામે આવી ખડું થઈ જાય. પરિપાક અને પ્રસવની વેદના તો તેને પણ હોય છે. હું પોતે પાંચ વરસ પહેલાં એ વાત કહેવા તમારી પાસે આવી હોત તો કદાચ તમે ઠંડે કલેજે સાંભળી લેત અને બહુબહુ તો એકાદ નિ:શ્વાસ નાખી પાછા રાજપ્રપંચની ગડમથલમાં પડી જાત.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org