________________
અર્પણ + ક્ષમાશ્રમણ. “બેટા ચંદ્રયશ ! જરા નીચે આવ; અને કોની વચ્ચે આ યુદ્ધ લડાય છે તે મારી પાસેથી જાણી લે. પછી જો યુદ્ધ અનિવાર્ય લાગે તો સુખેથી ક્ષત્રિય વંશને શોભે તેમ લડી લેજો. તું બે વરસે હોટો છે એટલે જ તને હું પહેલો આગ્રહ કરું છું.” અવન્તિપતિ ચંદ્રયની સામે જોઈ તપસ્વિનીએ આ શબ્દો ઉચ્ચાર્યા.
“અને નમિરાજ ! તું પણ જરા નીચે આવ ' નમિરાજને ઉદેશી તે વધુ કંઈક બોલવા જતી હતી, પણ અતિ ભાવાવેગને લીધે તેનું ગળું રૂંધાયું. ભયંકર સ્વપ્ન જોઈને બાળક ધ્રૂજી ઊઠે તેમ તે
હેજ કંપી; પણ બીજી જ પળે પોતે બે વીરપુત્રોની માતા છે એ વિચારે સ્વસ્થ બની.
મિથિલાપતિ અને અવન્તિપતિ હાથી ઉપરથી નીચે ઊતરે તેટલામાં તો ફરી એક લાંબું ચિત્રપટ એ નારીની નજર આગળ થઈને પસાર થઈ ગયું. થોડી પળોમાં ભય, અભિમાન અને વાત્સલ્યના અસંખ્ય ભાવો એ સાધ્વી સ્ત્રીના મ્હોં ઉપર આવીને ઊડી ગયા. કોનામાં એટલી અંતર્દષ્ટિ હોય કે અંતરના એ ગૂઢ ભાવોને ઉકેલી શકે ?
ચંદ્રયશ અને નમિરાજ હાથીએથી ઊતરી, સાધ્વી નારી પાસે આવી ઊભા. સાધ્વીએ તેમને વાત્સલ્યની અમીદ્રષ્ટિએ સત્કાર્યા. થોડી વાર સુધી બધે મૌનની શાંતિ પથરાઈ
સૂર્યના આવા નિર્મળ પ્રકાશમાં આટલા બધા માણસોની હાજરીમાં મારે પોતાના જ ફળની એક કલંકકથા ઉચ્ચારવી પડે એ કેટલી વિડંબના છે? તમે બન્ને રાજકુમારો એક જ માતાપિતાનાં સંતાનો છો, સહોદર બન્યુઓ છો અને તમો ઉભયની માતા આજે તમારી સામે ઊભી છે; એટલું જ કહેવું બસ નહીં થાય ? તપસ્વિનીના એકેએક શબ્દમાં વાત્સલ્યની આદ્રતા અને ભયંકર સ્મૃતિની વેદના છુપાયેલી હતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org