________________
૯૫
મિથિલાપતિ નમિરાજ
અવન્તિ અને મિથિલાના બૃહ સામસામા ગોઠવાઈ ગયા. ભેરી શંખના નાદથી રણભૂમિ ગર્જી ઊઠી. અવન્તિરાજ ચંદ્રયશ અને મિથિલાપતિ નમિરાજ પણ સૈન્યના મોખરે આવી ઊભા. યુદ્ધના આરંભની હવે માત્ર ઘડીઓ જ ગણાતી હતી.
એટલામાં વાદળમાં અચાનક વીજળી ઝબકે તેમ, એક તપસ્વિની જેવી દેખાતી અજાણી નારી એ બન્ને સૈન્યોની વચ્ચે દૂરથી દોડતી આવી ઊભી રહી. યુદ્ધના ચડતા આવેશમાં સૈનિકોને આ વિદ્યા અસહ્ય લાગ્યું. પરંતુ અવન્તિપતિ કે મિથિલાપતિ એ બેમાંથી કોઈ તેને વચ્ચમાંથી આવે ખસી જવાનું કહી ન શક્યા.
બન્નેએ અંબાડીમાં બેસી રહીને આ અજાણી સ્ત્રી તરફ જોયું. તેમના અંતરાત્મામાંથી જ અવાજ ઊઠચો કે આ કોઈ સામાન્ય સ્ત્રી નથી, અને કોઈ અસામાન્ય કારણ વિના સેંકડો-પુરુષ-સૈનિકની સામે યુદ્ધની ભૂમિમાં-યુદ્ધના જ પ્રસંગે આમ નિર્ભયપણે આવીને ઊભી ન રહે.
તપસ્વિનીએ એકવાર અવત્તિરાજ સામે અને એકવાર મિથિલાપતિ સામે ઊંચે જોયું. ઉપદેશની શુષ્કતા કે ઉપાલંભની કઠોરતાને બદલે કેવળ મમતા અને વાત્સલ્ય જ એ નયનોમાંથી નીતરતું હતું. શીલની સૌદર્યમૂર્તિ જાણે તપના તેજમાં સ્નાન કરીને સીધી અહીં આવી હોય એમ એ ઉભય રાજવીને થયું. કોઈ કાળે નહીં અનુભવેલા પૂજ્ય ભાવે તેમને બન્નેને ક્ષણવાર પરતંત્ર જેવા બનાવ્યા.
હાય ! ભગવદ્ ! એક જ માતાના બે પુત્રો, પહેલી જ વાર યુદ્ધના મેદાનમાં શત્રુરૂપે મળે એ કેટલો કરુણ પ્રસંગ છે ?” તપસ્વિનીએ દર્દભરી આંખે આકાશ સામે જોઈ એક સંત નિ:શ્વાસ મૂક્યો.
અવન્તિપતિ અને મિથિલાપતિ થોડીવાર તો મુગ્ધભાવે આ દેશ્ય નિહાળી રહ્યા. શું કરવું એ તેમને ન સૂઝયું. રખેને આમાં પ્રપંચ હોય અને પોતે નબળાઈને વશ થઈ જતા હોય એવી મુંઝવણ થઈ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org