________________
૯૪
અર્પણ + ક્ષમાશ્રમણ
મિથિલાપતિ મિરાજ - [૧૦]
મિથિલાપતિ અને અવન્તિપતિ વચ્ચે પેઢી દર પેઢી વેર ઊતરતાં. ધુંધવાઈ રહેલી આગમાં ઘીનો છાંટો પડતાં ભડકો થાય તેમ એ બન્ને રાજ્યો વચ્ચે છેક નજીવા કારણે યુદ્ધનો જ્વાલામુખી સળગી ઊઠતો. ઉપદેશકો અને રાજદ્વારી પુરુષોએ એ દાહને ઠારવા ઘણા પ્રયત્નો કર્યા. પણ આખર સુધી એ પ્રયત્ન જ રહ્યા. કોઈને સિદ્ધિનો યશ ન મળ્યો.
પરંતુ સંસારની વિચિત્ર ઘટમાળ કોઈ કોઈવાર એવા ઘાટ ઘડી નાખે છે કે ભલભલા પંડિતોનાં અભિમાન પણ આપોઆપ ઓસરી જાય. મિથિલાપતિ અને અવન્તિપતિ વચ્ચે પણ એવી જ એક કલ્પનાતીત ઘટના બની ગઈ અને બન્ને રાજયો, જ્યોતમાં જયોત મળી જાય તેમ પરસ્પરમાં સમાઈ ગયાં.
બન્યું એવું કે એક દિવસે મિથિલાપતિનો માનીતો પટ્ટહસ્તિ ઉન્મત્ત બની નાસતો નાસતો અવન્તિની હદમાં ભરાયો. અવન્તિરાજે તેને યુક્તિથી પકડી પોતાની પાસે રાખી લીધો. મિથિલાપતિએ હાથી પાછો સોંપી દેવાનું દૂત મારફતે કહેણ મોકલાવ્યું. પણ વિના યુદ્ધ હાથી સોંપી દેવો એમાં અવન્તિરાજને પોતાનું માનભંગ લાગ્યું. તાજા યુદ્ધને માટે આટલું જ નિમિત્ત બસ થયું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org