________________
કાલક કુમાર
કાલકાચાર્યને પણ એટલું જ જોઈતું હતું. તેમણે ગર્દભીલ્લને છૂટો મૂકી દીધો. સરસ્વતીને બંધનમુક્ત કરવામાં આવી. ગર્દભીલ્લે હવે પછી કોઈ પણ જૈન સાધ્વી કે ગૃહન્નારી પ્રત્યે કુદૃષ્ટિ ન કરવાની અને રાજનીતિના ધોરી માર્ગે શાસનતંત્ર ચલાવવાની પ્રતિજ્ઞા લીધી. પરંતુ શક સૈન્યના સામંતોને તેનાં વચન ઉપર વિશ્વાસ ન આવ્યો. તેમણે ગર્દભીલની બધી સત્તા-સમૃદ્ધિ હરી લીધી.
આચાર્યનો ઉદ્દેશ પરિપૂર્ણ થયો. હવે એક પળવાર પણ શકસૈન્યને ઉજ્જયિનીમાં રહેવા દેવું એ તેમને અન્યાય લાગ્યો. સામંતો બધા, કાલકાચાર્યના આજ્ઞાંકિત શિષ્ય હતા. એ સામંતો અને તેમના સૈન્યને આચાર્ય મહારાજે સૌરાષ્ટ્રના પ્રદેશમાં દોર્યા અને ત્યાં જ તેમનું સંસ્થાન વસાવ્યું.
કાલકાચાર્ય પોતે પણ આત્મસાક્ષીએ પ્રાયશ્ચિત કરી વિશુદ્ધ થયા અને પુનઃ પહેલાંની જેમ જૈન મુનિનાં મહાવ્રતોનું અણિશુદ્ધ પાલન કરવા વિહરવા લાગ્યા.
૯૩
આજે પણ મહાસત્ત્વશાલી પ્રભાવક પુરુષોની પંક્તિમાં કાલકસૂરિનું નામ, જૈનશાસનના એક સમર્થ જ્યોતિર્ધરૂપે પ્રકાશી રહ્યું છે.
Jain Education International
---
For Private & Personal Use Only
www.jainelibrary.org