________________
નંદિષેણ.
૧૦૫ તો કલાકોના કલાકો સુધી ફરવું પડે. આજે પણ એવું જ બન્યું. નંદિષણને બની શકતી ત્વરાથી બીમાર મુનિ પાસે પહોંચવાનું હતું, પણ કેમે કરતાં પાણીનો જ જોગ ન થાય. ગૃહસ્થોનાં ઘરઆંગણે જઈ અચિત્ત પાણી મેળવવા પ્રયત્ન કરતાં, મોડે મોડે થોડી જોગવાઈ થઈ. પાણીનું પાત્ર લઈને નંદિષેણ, પેલા બીમાર મુનિ પાસે આવ્યા.
આવતાંની સાથે જ માંદા મુનિએ નંદિષણને ઉધડા લીધા : માંદા મુનિઓની બહુ સારી સારવાર કરનારા નંદિષેણ મુનિ એ તમે જ કે? કયારનો તમારી રાહ જોતો બેઠો છું. ભલા આદમી, આટલું મોડું કરતાં તમને કંઈ વિચાર ન થયો ? આ જ તમારો સેવાભાવ? આમ માંદા મુનિઓને રીબાવવા કરતાં, એમ ચોમ્બે ચોખ્ખું કાં નથી કહી દેતા કે સેવાના નામે લોકોમાં વાહવાહ મેળવવાનું આ તૂત છે ?'
નંદિપેણ એનો જવાબ વાળવા જતા હતા – એ કહેવા માગતા હતા કે બે ઉપવાસનું પારણું કરવાથે નથી રોકાયો - કોઈ અંતરાયકર્મને લીધે મુનિને ખપે એવું પાણી જ ન મળી શકયું તેથી જ વિલંબ થયો.
પણ એમને વિચાર આવ્યો કે : “બચાવની અહીં જરૂર જ શી છે ? સેવા તો હંમેશા મૌન જ રહે.”
વધારે વાર લાગી ગઈ. મારો દોષ કબૂલ કરું છું. ક્ષમાશ્રમણ મને માફ કરો.” આમ અસ્પષ્ટ શબ્દોમાં પોતાની નમ્રતા બતાવતા મુનિ નંદિષેણ, બીમાર મુનિનાં, અતિસારને લીધે ગંદા બનેલાં અવયવોને શુદ્ધ કરવા મંડી ગયા.
શારીરિક શુદ્ધિ થઈ ગયા પછી નંદિપેણ મુનિએ પ્રાર્થના કરી : આપ જો અમારા ઉપાશ્રયે પધારો તો ત્યાં આપને કોઈ પ્રકારની અગવડ નહિ વેઠવા દઉં : અહોનિશ આપની સેવામાં હાજર રહીશ.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org