________________
૧૦૪
અર્પણ + ક્ષમાશ્રમણ એક વાર આ નંદિષેણ મુનિની એવી કપરી કસોટી થઈ કે કાચોપોચો સેવાભાવી તો ગાંજી જ જાય. નંદિષેણ એ પરીક્ષામાં પણ ઉત્તીર્ણ થયા. એમ કહેવાય છે કે દેવો જ નંદિપેણની કસોટી કરવા આવેલા. એ આખો પ્રસંગ નીચે પ્રમાણે છે :
સળંગ બે ઉપવાસના પારણે, નંદિષેણ મુનિ, વસતીમાંથી આહાર વહોરી લાવી, વિધિસર પચ્ચખાણ પારી, મોંમાં કોળિયો મૂકવા જતા હતા, એટલામાં એક અજાણ્યા મુનિ ત્યાં ઉતાવળા ઉતાવળા આવી, જાણે રોષે ભરાયા હોય તેમ નંદિષેણ મુનિને ઠપકો આપવા લાગ્યા.
“મેં તો સાંભળેલું કે નંદિષણ ભારે ભક્તિપરાયણ છે, પણ મને ખાત્રી થઈ છે કે એ બધો એમનો દંભ છે. મારા ગુરુદેવ આજે કેટલાય દિવસથી અતિસારથી પીડાય છે. પણ અહીં કોઈ ભાવ જ નથી પૂછતું. મને એમ હતું કે બીજું કોઈ નહિ તો નંદિષેણ તો જરૂર આવી પહોંચશે અને એમની સારવાર કરશે. પણ નંદિષેણ તો નિરાંતે પારણું કરવા બેઠા છે.”
હાથમાંનો કોળિયો નંદિષેણના હાથમાં જ હઠયો રહ્યો. આહારવાળા પાત્ર ઉપર વસ્ત્ર ઢાંકી એ જ ક્ષણે ઊભા થઈ ગયા. ગ્લાન મુનિ દર્દથી પીડાય છે એમ સાંભળ્યા પછી નંદિપેણને આહાર કડવો ઝેર થઈ પડ્યો.
આગન્તુક મુનિએ કહ્યું : “આમ ઉતાવળા થઈને ચાલી નીકળો છો તો ખરા, પણ ત્યાં જઈને તમે પૂરતા પાણી વિના શું કરવાના હતા? ગામમાંથી થોડું પાણી વહોરતા જજો – બીમાર મુનિનાં અશુદ્ધ અંગો ધોવાં પડશે.”
નંદિષેણ મુનિ, પ્રથમ તો પાણીની શોધમાં ગામ તરફ ચાલ્યા. ઉકાળેલું અચિત્ત જળ, સૌ કોઈને ત્યાં તૈયાર ન હોય. કોઈ કોઈ વાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org