________________
નંદિષણ
૧૦૩
તમારામાં માનવતા છે અને તે ઉપરાંત તમે સર્વોચ્ચ કોટીના સેવક બનવાની સંપૂર્ણ યોગ્યતા ધરાવો છો એ કંઈ નાનીસૂની વાત નથી.''
શ્રમણના ઉપદેશે નંદિષણને પુનર્જીવન આપ્યું. એક વખતનો બ્રાહ્મણ સંતાન, શ્રમણ તરીકે નવો અવતાર પામ્યો. પ્રથમ કરતાં પણ વધુ ઉલ્લાસ અને રસથી એણે શ્રમણોની સેવા કરવા માંડી. નંદિણના જીવનનો રંગ પલટાઈ ગયો. રોજ પાંચસો-પાંચસો જેટલા શ્રમણોની દોડી દોડીને સેવાભક્તિ કરે છે. કોઈ બીમાર પડે તો અધૂ વચને નંદિણ આવીને એની પરિચર્યા કરવા મંડી જાય છે. નંદિષણ એટલે મૂર્તિમંત સેવા.
જોતજોતામાં શ્રમણોના મોટા સમુદાયમાં નંદિષણની કીર્ત્તિ-લહરી ફરી વળી. સૌ કોઈ એક અવાજે કહેવા લાગ્યા કે : “નંદિષેણ જેવો શ્રમણોની સેવાસુશ્રૂષા કરનારો તપસ્વી આજે બીજો નથી.''
નંદિષણ દિવસમાં કોઈ વાર પગ વાળીને-નિરાંત કરીને બેઠો હોય કે સૂતો હોય એવી સાક્ષી આસપાસના શ્રમણસંઘમાંથી કોઈ નહિ પૂરે. ઉદ્યાનથી વસતી સુધી વારેવારે આંટાફેરા કરવા, ગૃહસ્થોનાં આંગણાં ફરી વળવાં અને આહાર-પાણી શ્રમણસમુદાય પાસે પહોચતાં કરવાં એ નંદિષણનો રોજનો કાર્યક્રમ છે. તે ઉપરાંત જો ગ્લાન કે અશક્ત શ્રમણને જુઓ તો કોઈ આરાધ્યદેવ મળી ગયા હોય એટલા અહોભાવથી એની સારવાર કરે છે. આ સેવામાં એને વેઠ કે બેકદરી જેવું કંઈ નથી લાગતું. નંદિષણ પંડિત કે ચિકિત્સક નથી, પણ તે માને છે કે સેવાના ઉલ્લાસમાં જૂની કામનાઓની ભૂતાવળ માથું ઊંચકી શકે નહિ એ લાભ જેવો તેવો નથી. બીજી રીતે જે સંયમ કે શુદ્ધિ ન મળી શકી હોત તે નંદિષેણે ગ્લાન શ્રમણોની સેવા દ્વારા સાધવાની આશા રાખી છે. પરિશ્રમ અને સહિષ્ણુતાની મૂર્ત્તિ જેવો નંદિષેણ જાણે કે માતૃત્વનો જ અવતાર છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org