________________
૧૪૯
સ્કંદક આચાર્ય
પોતાના સ્થાને પહોંચ્યા પછી, પોતે હવે પછી આવનારી આફતમાં ગાંજી જશે એ ચિંતાએ એમની ઉપર અધિકાર જમાવ્યો. આત્મનિરીક્ષણ કરવા છતાં પોતે ગાંજી જાય એવી કોઈ નબળાઈ ન દેખાઈ : નથી એમને દેહ ઉપર મમત્વ, નથી કોઈ સ્નેહી-સગા સંબંધી અનુરાગ કે નથી કોઈ સંપત્તિ કે અધિકારની લવલેશ લોલુપતા. ભાવી આફતનો પંજો ક્યાં પડશે તેનો નિર્ણય તેઓ કરી શક્યા નહિ. માત્ર એટલો નિશ્ચય કર્યો કે “અસાવધ તો એક પળને માટે પણ ન રહેવું.”
થોડે દિવસે સ્કંદક મુનિ પોતાના પાંચસો શિષ્યો સાથે વિહાર કરતા કુંભકારકટક નામના ગામની સીમમાં આવી ચડ્યા. એક વિશાળ ઉદ્યાન જોઈને ત્યાં સ્થિરતા કરી.
મેઘની ઘટા જો છૂપી ન રહી શકે તો આવા મેઘગંભીર મહાપુરુષોનું, પાંચસો પાંચસો શિષ્યો સાથેનું આગમન ગામલોકોથી અજાણ્યું કેમ રહે ? આ ગામના રાજા દંડકની સાથે જ અંદક મુનિની સંસારીપણાની બહેન પુરંદરયશાને પરણાવી હતી. સ્કંદક એ વખતે કુમાર હતા. ભાઈ-બહેને એકબીજાની વિદાય અપૂર્ણ નયને લીધેલી એ પ્રસંગ ઉપર થઈને કેટલાંય વર્ષ વીતી ગયાં હતાં. બહેનને તેમ બનેવીને મળાશે અને ધર્મની ચર્ચા થશે. બહેન તથા બનેવીને થોડું માર્ગદર્શન અપાશે એ સિવાય અંદક મુનિનો અહીં આવવાનો બીજો હેતુ નહોતો.
કુંભકારકટક ગામના રાજપુરુષોને આ મુનિના આગમનના સમાચાર બે-ચાર દિવસ પહેલાં જ મળી ગયા હતા. રાજા દંડક પોતે પોતાના એક વખતના સાળા સ્કંદકકુમારને મળવા અને તેના ધર્મજીવનના અનુભવો સાંભળવા ઉત્સુક હતો. પણ એ જમાનાનું એક મોટામાં મોટું દુર્ભાગ્ય એ હતું કે રાજા-મહારાજાઓ-સામંતો મોટી સંખ્યામાં હોવા છતાં પરસ્પરનો મુદલ વિશ્વાસ કરી શકતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org