SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ GO અર્પણ + ક્ષમાશ્રમણ લીધું હશે. પણ તેમની એ આશા વ્યર્થ નીવડી. જે દાનાવળ દૂર દૂર લાગતો હતો એ જ દાવાનળની જવાળાઓ હમણાં જ રાજાને અને રાજ્યને ખાઈ જશે એવો તેમને ભય લાગ્યો. ગદંભીલ ! હજી પ્રાયશ્ચિતનો સમય છે. સરસ્વતીને છૂટી મૂકી દે. જૈનશાસનની એ એક પવિત્ર સાધી છે એટલું જ નહીં પણ તે ધારાવાસની રાજપુત્રી છે. તેનો એક વાળ વાંકો થતાં પહેલાં તો ઉજજયિની ઉજ્જડ થઈ જશે. એક જ દુષ્ટના પાપે હજારો નિર્દોષોનાં લોહી રેડાશે.” કાલકાચાર્યના આ શબ્દો પંચજન્ય શંખનાદની જેમ મહેલમાં ગુંજી રહ્યા. - સરસ્વતી ધારાવાસની રાજકન્યા છે અને કાલકાચાર્ય પોતે જ કાલક કુમાર છે એ ગર્દભીલ આ પહેલી જ વાર સમજ્યો. સાહસ તો થતાં થઈ ગયું પણ હવે પાછું શી રીતે ફરવું એ તેને ન સૂઝયું. પ્રતિષ્ઠા અને વાસનાની અદેશ્ય ભૂતાવળ તેને મુંઝવી રહી. ગર્દભીલે કાલકાચાર્યની ઉદ્ધતાઈનો જવાબ શબ્દોથી વાળવાને બદલે તરવારથી જ વાળવાનો નિર્ણય કર્યો. ઈશારો થતાં જ રાજાના રક્ષકો માનમાંથી તલવારો ખેંચી કાલકાચાર્ય સામે આવી ઊભા રહ્યા. “મને પણ એક વખત તમારા જેવી જ શસ્ત્રોમાં શ્રદ્ધા હતી; અને આજે પણ આ મુનિવેશને અળગો કરી, ધારું તો શસ્ત્ર વાપરી શકું. પરંતુ એવો વખત આવે તે અગાઉ મારે તમને શાંતિથી સમજાવવા એ મારો મુનિધર્મ છે. પાછળથી કોઈ એમ ન કહે કે જૈન શાસનના એક મુનિએ પોતાની બહેન ખાતરની જૈનધર્મની આજ્ઞા ઉલ્લંઘી, સમસ્ત જૈન સંઘનું શિર શરમથી નીચું નમાવ્યું. મુનિઓ ને ક્ષત્રિય કુમારો મૃત્યુથી તો નિર્ભય જ હોય છે.” પરમ શાંતભાવે એટલું કહી, કાલકાચાર્ય ગર્દભીલ્લની રાજસભામાંથી પાછા વળ્યા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002060
Book TitleArpan Kshamashraman
Original Sutra AuthorN/A
AuthorSushil
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2008
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy