________________
કાલક કુમાર
હતો કે જે વખતે સરસ્વતીની સામે ઊંચી આંખે જોવાની પણ કોઈની હિમ્મત નહોતી ચાલતી : બહેન સરસ્વતીના થોડા સંતોષની ખાતર તે મગધની રાજ્યઋદ્ધિને પણ તુચ્છ ગણતો. એ જ સરસ્વતીને પોતાની સામે ઉજ્જયિનીનો એક સ્વેચ્છાચારી રાજા બળાત્કારે પોતાના અંતઃપુરમાં લઈ જાય એમાં તેમને રાજા અને પ્રજા ઉભયનો પ્રલયકાળ પાસે આવતો દેખાયો. ગમે તેમ પણ આ અત્યાચારી રાજ્યનો આ જ પળે અંત આવવો જોઈએ એમ તેમનું સંયમી અંતર પોકારી ઊઠ્યું. કાલકાચાર્યમાં રહેલા કાલકકુમારે વિકરાળ સ્વરૂપ ધર્યું.
ઉદ્યાનમાંથી પરબાર્યા તે ગર્દભીલ્લના મહેલ તરફ ચાલ્યા. લોકોને લાગ્યું કે કાલકાચાર્ય હોશકોશ ગુમાવી બેઠા છે. તેમનું મગજ ફરી ગયું છે. પોતે એક સાધુ છે - નિઃશસ્ત્ર છે, એકલા છે; એટલું જોઈ શક્યા હોત તો તે રાજાની પાસે આમ દોડી જવાનું સાહસ ન કરત. પણ એ લોકો શું જાણે કે કાલકાચાર્યનો દેહ તો મગધની માટીથી ઘડાયેલો હતો, ઉજ્જયિનીની કાયરતા તેમને સ્પર્શી શકે એમ ન હતી.
૮૯
વિશ્વનો ગ્રાસ કરવા તલસતી દાવાગ્નિની જેમ તે ગર્દભીલ્લના રાજમહેલમાં ગયા. દ્વારપાળ કે બીજો કોઈ સૈનિક કલકાચાર્યને ન રોકી શક્યો. આજે તો એમની સામે જોનાર પણ ઊભો ઊભો સળગી જાય એવી જ્વાળાઓ તેમના રોમરોમમાંથી પ્રકટતી હતી. કાલકકુમાર આજે કાલભૈરવના તાંડવનૃત્યની તૈયારી કરી રહ્યા હતા.
ગર્દભીલ્લ પોતે અને તેના અનુચરો પણ કાલકાચાર્યને જોઈ ગભરાયા. પાપીને જેમ પુણ્યમૂર્તિ જોઈને ગભરાટ છૂટે તેમ આ નારકીના જીવો કાલકાચાર્યને જોઈ ભયભીત બન્યા. છ કાયના જીવોની રક્ષા કરનાર એક જૈન મુનિ, પ્રતાપી રાજાની સામે આવી પ્રતિકારનો એક શબ્દ સરખો પણ ન ઉચ્ચારી શકે એમ તેમણે માની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org