________________
અર્પણ + ક્ષમાશ્રમણ ઉદ્યાનમાંથી પાછી ફરતી સરસ્વતીને રાજાના અનુચરોએ ભરવસ્તીમાંથી પકડી, પાલખીમાં નાંખી, બળજોરીથી રાજાના અંતઃપુરમાં મોકલી દીધી. હજારો શહેરીઓએ આ દેખાવ નજર સામે બનતો નિહાળ્યો. પણ કોઈએ આગળ આવી, લાલ આંખ કરી એ અનાચાર સામે વીરોચિત પડકાર ન કર્યો. ગમે તેવા નબળા-પાતળા માણસે, જરા પાસે આવી એ નરરાક્ષસના અનુચરનું માત્ર કાંડું જ પકડ્યું હોત તો કદાચ પોતાના અત્યાચારના ડંખથી રિબાતા એ જમદૂત પોતે જ ધરતીમાં સમાઈ જાત ! પણ એ વખતે તો ઉજજયિની નિર્વીર્ય બની બેઠું હતું. વિલાસ અને વિનોદની મીઠી પણ ઝેરી લહેરોમાં જ તે મશગૂલ હતું. ન્યાય કે પવિત્રતાના રક્ષણ કરતાં દેહરક્ષા એ તેમને મન વધુ મહત્ત્વની વસ્તુ હતી.
છતાં સરસ્વતીનું બળાત્કારે હરણ થતાં ઉજ્જયિનીએ વીજળીનો એક આંચકો અનુભવ્યો. પુરવાસીઓ, ભયંકર ઉલ્કાપાતના ભયથી ઘરમાં ભરાયા. વેપારીઓ દુકાનો બંધ કરી સહીસલામતીની આશાએ પોતપોતાને ત્યાં ચાલ્યા ગયા. જોતજોતામાં ઉજજયિનીમાં હાહાકાર ફેલાઈ ગયો. સાધ્વીનું અપહરણ એ માત્ર સ્ત્રી જાતિ ઉપરનો અત્યાચાર ન હતો, સંપ્રદાય માત્રના સંઘનું એ ઘોર અપમાન હતું, દુર્ભાગ્યે એ કાળે ઉજ્જયિનીમાં એકે વીર પુરુષ ન હતોઃ ગર્દભીલ્લને તેના સિંહાસન ઉપરથી ઊંચકી નીચે પટકી તેના પાપનો પ્રત્યક્ષ બદલો આપે એટલી કોઈમાં તાકાત ન હતી. શૃંગાર, આમોદ અને સહીસલામતીના પ્રવાહમાં પડેલી પ્રજાના કપાળે કલંક સિવાય બીજું શું હોય ? ઉજ્જયિનીના ઈતિહાસમાં એક સાધ્વીના અપહરણનું કાળું કલંક ઉમેરાયું.
કાલકાચાર્યે આ વાત જાણી અને સૂતેલો સિંહ એકાએક છંછેડાય તેમ યમ-નિયમના બંધને બંધાઈ રહેલું તેમનું સ્વાભાવિક ક્ષાત્રત્વ આજ ઘણે વર્ષે પહેલી જ વાર ખળભળી ઊઠડ્યું. એક દિવસ એવો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org