________________
૮૭
કાલક કુમાર
કુમાર કાલક અનુક્રમે આચાર્યપદવી પામ્યા અને શ્રમણસંઘમાં કાલકાચાર્ય તરીકે ઓળખાવા લાગ્યા. સરસ્વતી પણ સાધ્વીઓના સમુદાયમાં વિચરતી અહોનિશ આત્મહિત ચિંતવે છે. એક-બીજાથી દૂર વસવા છતાં ભાઈ બહેન જાણે એક જ છત્રની છાયામાં રહેતાં હોય, અને એક જ જનેતાની ગોદમાં રમતાં હોય એમ નિશ્ચિતપણે કૃત્રિમતારહિત પોતપોતાના આચાર પાળે છે.
કાલકાચાર્ય એક વખતે યુવરાજ હતા એ વાત લગભગ ભુલાઈ ગઈ છે. આચાર્ય પોતે પણ કદાચ ભૂલી ગયા હશે. સાથ્વી સરસ્વતીને પણ પોતાના પૂર્વજીવન સાથે હવે કંઈ સંબંધ નથી રહ્યો.
એક દિવસે તે વિહાર કરતાં ઉજ્જયિની નગરીના એક ઉદ્યાનમાં આવી ચડ્યા. સરસ્વતી સાધ્વી પાસેના જ કોઈ એક ગામમાં હતી તે પોતાના સંસારી અવસ્થાના ભાઈ અને જૈન શાસનના એક સમર્થ આચાર્યને વાંદવા આવતી હતી. એટલામાં રાજા ગર્દભીલ અકસ્માત એ જ માર્ગે થઈને નીકળ્યો. તેણે દૂરથી સરસ્વતીને આવતી જોઈ. સમસ્ત સંસારને શીતળતા સિંચતી એ રૂપરાશિએ રાજાના હૈયામાં કારમી આગ પ્રગટાવી. તે મૂળથી જ અત્યાચારી હતો; પણ હજી તેનાં પાપ પૂરાં નહીં થયાં હોય. અત્યંત અભિમાન અને પાશવતાએ તેને લગભગ આંધળો બનાવી દીધો હતો. સરસ્વતી એક સાધ્વી છે, સરસ્વતીને કોઈના હાથનો સ્પર્શ થતાં ઉજ્જયિનીનું સામ્રાજય આખું ઊથલી પડશે તે ન વિચારી શક્યો. કામાંધ રાજા એ વખતે તો ગુન્હેગારની જેમ છાનોમાનો ચાલ્યો ગયો. પણ પોતાના અનુચરોને ફરમાવતો ગયો કે સરસ્વતી જેવી ઉદ્યાનમાંથી પાછી વળે કે તરત જ તેને પકડી રાજમહેલમાં લઈ જવી. અનુચરો રાહ જોતા ત્યાં જ ઊભા રહ્યા.
ઘણે દિવસે કાલકાચાર્ય અને સરસ્વતી આજે ઉજ્જયિનીના ઉદ્યાનમાં મળ્યાં. બંનેનાં સંયમી-નિર્વિકાર નયનો હર્ષાશ્રુ વડે ભીંજાયાં.
અજમાન અને પાવર તેના પાપ પૂરાં નહી ન ભૂળથી જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org