SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ કાલક કુમાર રાજમહેલનાં પગથિયાં ઊતરી તેઓ સ્ટેજ આગળ વધ્યા. પણ પ્રવેશદ્વાર પાસે પહોંચે તે પહેલાં ચમક્યા અને વચમાં જ ઊભા રહી ગયા. ડાબે પડખે રાજાનું અંતઃપુર હતું તે તરફ કાન માંડયા. “કોઈ રડતું હોય એમ લાગે છે ! સરસ્વતી તો ન હોય ?'' અશક્ત વૃદ્ધ પુરુષ જેમ પથારીમાં લવે તેમ તેમના મુખમાંથી એ શબ્દો નીકળ્યા. “નહીં, સરસ્વતી રુદન કરે એ ભ્રમ છે. એણે જ એકવાર નહોતું કહ્યું કે સ્ત્રીઓમાં પણ પુરુષોના જેવો જ આત્મા વસે છે અને તેમને પણ પુરુષ કરતાં યે વિશેષ આત્મરક્ષણ કરવાનું હોય છે ?’ સરસ્વતી પોતે પોતાના શીલવ્રતનું રક્ષણ કરવા સંપૂર્ણ સમર્થ છે એ વિચારે કાલકાચાર્યની બધી નબળાઈને દૂર હાંકી કાઢી. તે બમણા બળથી આગળ ચાલ્યા અને કોઈને કંઈ પણ કહ્યા વિના ઉજ્જયિનીનો સીમાડો ઓળંગી ઘણે દૂર નીકળી ગયા. લોકો તો કહેતા જ રહ્યા કે ''કાલકાચાર્ય બિચારા ગાંડા બની ગયા - જૈન મુનિને આટલો ક્રોધ ન છાજે.’’ દિવસો જતા ગયા તેમ વાત વિસારે પડવા લાગી. રાજા ગર્દભીલ્લને પણ થયું કે કાલકાચાર્ય ગમે તેવો પણ જૈન સાધુ. ધમકી આપીને પોતાની મેળે જ દેશ છોડીને ચાલ્યો ગયો. આ બધામાં માત્ર સરસ્વતી જ પોતાના ભાઈના આગમનની રાહ જોતી, અંતઃપુરની એક અંધારી કોટડીમાં પુરાઇ રહી હતી. ગર્દભીલ્લે, બળ કે લાલચથી તેને વશ કરવાની આશા મૂકી દીધી. અસહ્ય એકાંત અને યંત્રણાના દુ:ખથી છૂટવાને પોતે જ આજે નહીં તો કાલે પણ જરૂર પગે પડતી આવશે એમ મનને મનાવી અનુકૂળતાની વાટ જોઈ રહ્યો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002060
Book TitleArpan Kshamashraman
Original Sutra AuthorN/A
AuthorSushil
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2008
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy