________________
૧૪૬
અર્પણ + ક્ષમાશ્રમણ
જોઈએ તે નથી મળતો. એ કર્મ જ્યાં સુધી છેક ક્ષીણ ન થાય ત્યાં સુધી આવા સરસ-સ્વાદિષ્ટ આહાર આરોગવાનો મને કંઈ જ અધિકાર નથી. અંતરાયો એક દિવસે તૂટવા જ જોઈએ. અંતરાયમાત્ર ઉપર વર્ચસ્વ સ્થાપવાની મારામાં શક્તિ છે. એ શક્તિનો ઉપયોગ કરતાં વિશ્વની કોઈ સત્તા મને રોકી શકે તેમ નથી. અનાહારથી કદાચ પ્રાણ વિદાય માગે તો પણ શું થયું ?
વિચારધારા વધુ ને વધુ ઉન્નત-નિર્મળ બનતી જાય છે. હાથ તો હજી મોદકનો ભુક્કો જ કરી રહ્યા છે. આત્મધ્યાનની શ્રેણી ઉપર ચડતા ઢંઢણ મુનિ, છેવટે એવી કક્ષાએ પહોંચે છે કે જ્યાં શુક્લધ્યાનનો પવિત્ર હુતાશન તેમના સર્વ કર્મ-મળને બાળીને ભસ્મ કરી દે છે. એમને એ જ ઠેકાણે મોદક પરઠવવા જતાં કેવળજ્ઞાન ઊપજે છે. દેવોનાં વૃંદો દુંદુભિનાદથી આકાશને ભરી દે છે.
ભિક્ષાના પાત્રમાં આહારની સ્વાદિષ્ટ અને શુદ્ધ વસ્તુઓ આવી પડવા છતાં, પોતાની શક્તિ કે લબ્ધિ વિના પ્રાપ્ત થએલી તે આહાર સામગ્રીનો સિંહવૃત્તિથી ત્યાગ કરનાર ઢંઢણમુનિ ત્યાગી-તપસ્વીઓની શ્રમણ પરંપરામાં એક જુદી જ ભાત પાડે છે. એમના પિતાના રસવૈભવ અને ભોગેશ્વર્ય સાથે પુત્રના આ શીતલ શૌર્યની સરખામણી કરીએ છીએ ત્યારે યદુકુલનો ટીપે ટીપે સંચિત થએલો સંસ્કાર-વારસો ઢંઢણમુનિના તપસ્વી જીવનમાં મૂર્તિમંત બનેલો જણાય છે. ભોગપ્રધાન કુળોમાંથી પણ મહાત્યાગીઓ સંભવે છે.
पुफ्फिए फलिए तह पिउ-घरंमि तन्हा छुहा समणुबद्धा । ढंढण तहा विसढा विसढा जह सफलया जाया।।
પુષ્પ તથા ફળથી ભર્યુંભાદર્યું પ્રસિદ્ધ પિતાનું ઘર હતું ત્યાં જન્મવા છતાં ઢંઢણકુમારે તૃષા અને સુધાના પરિષહ સહન કર્યા અને આખરે એ સફળ થયા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org