________________
૨૦૦
અર્પણ + ક્ષમાશ્રમણ એકરાર કર્યો કે : “એ શેઠની ભાર્યાને દર વખતે મરેલા પુત્રો અવતરતા હોવાથી અને મને એ બાઇની દયા આવવાથી, તારો જન્મ થતાં જ એનો મરેલો પુત્ર મેં લીધો અને તેને બદલે મેં તને ત્યાં સોપી દીધો. પણ તું વાજતે-ગાજતે પરણવા નીકળ્યો ત્યારે મારું હૈયું હાથમાં ન રહ્યું. તેને જોઈને ગાંડી થઈ ગઈ હું સમજતી હતી કે તું સુખમાં-લાડમાં ઊછરેલો છે, તને ચાંડાલને ત્યાં નહિ ગમે. પણ મારું માતાનું હૈયું અંદરથી આર્તનાદ કરી ઊડ્યું. મારાથી ન રહેવાયું.” એટલું કહીને માતા ચોધાર આંસુ વરસાવી રહી.
મેતાર્ય બીજું તો સગી માતાને શું કહે ? એનો આઘાત એટલો ઊંડો હતો કે તે વર્ણવવા જતાં કદાચ એનું કાળજાં પણ કાબૂમાં ન રહે. છતાં મેતાર્યે કહ્યું:
એક રીતે હું માતાની ગોદમાં માથું ઢાળવા પાછો આવ્યો તે ઠીક જ થયું છે. શેઠને ત્યાં વસ્તુ કે વૈભવ મળત, પણ મને માતાનો સ્નેહ ક્યાંથી મળત ? આ કુળમાં જ જિંદગી કાઢવાનું નિર્માણ થયું હશે તેને હું કે તું શી રીતે ટાળી શકવાનાં હતાં ?”
માતા ને પુત્ર બન્ને એ રીતે સમજી ગયાં. પણ મેતાર્યના દિલનું ઊંડાણ કોઈ માપી શક્યું નહિ. એણે મનમાં ને મનમાં જ નિશ્ચય કર્યો કે- “શ્રેષ્ઠીની પુત્રીઓ ભલે મને ન વરી. પણ ચાંડાલપુત્ર હોવા છતાં રાજગૃહીના રાજવીની પુત્રી સાથે ન પરણું તો થઈ રહ્યું છે? વાણિયાની કન્યાઓ તો એની પાછળ ઢસડાઈને આવવાની.”
પંગુ કોઈ ઉચ્ચ ગિરિશિખર ઉપર ચડવાની હિમ્મત કરે તેવી આ પ્રતિજ્ઞા હતી. મેતાર્ય કોઈની સાથે વેર બાંધવાની કે શ્રેષ્ઠીઓ પાસેથી બદલો લેવાની ઝંઝટમાં ન પડ્યો. એ જો ક્રોધાંધ બનીને, પોતાને મળેલી નિરાશા બદલ વેર વાળવા કટિબદ્ધ બન્યો હોત તો એની શક્તિ નકામી વેડફાઈ જાત.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org