________________
મેતાર્ચ મુનિવર
૨૦૧ મેતાર્યે પોતાના એક વખતના મિત્ર-એક દેવની સાધના આદરી. દેવે આવીને મેતાર્યને ઘણી ઘણી રીતે સમજાવ્યો કે એ ખટપટમાં કાંઈ માલ નથી. ખરી રીતે તો તું ઘણી ઊંચી કોટીનો ભવ્યાત્મા છેઃ માત્ર કુળનો મદ કરવાથી જ આ હીન દશામાં આવી પડ્યો છે. તું જો સમજીને આ સંસારના ઠગારા સંબંધોનો ત્યાગ કરે, આત્મહિત કે વિશ્વહિતમાં ઝૂકી પડવાની મને ખાત્રી આપે તો હું તને મારાથી બનતી મદદ કરવા તૈયાર છું.
પણ મેતાર્યું તો એક જ હઠ પકડી. એક વખત હું રાજકન્યાને પરણું, પેલી શ્રેષ્ઠી કન્યાઓને પણ મારી અર્ધાંગનાઓ કરું, તે પછી બીજી વાત. જ્યાં સુધી મેં મનમાં કરેલો નિશ્ચય ફળીભૂત ન થાય ત્યાં સુધી હું તારી ત્યાગ કે કલ્યાણની કોઈ વાત સાંભળવાનો નથી. પોતાના એક વખતના મિત્રની હઠને સંતોષવા દેવે પોતે જ ઈલાજ બતાવ્યો : “તને કોઈ દિવ્ય તેજવાળા રાજકુમારમાં પલટાવ્યો હોય તો. રાજગૃહીની રાજકુંવરી કદાચ તારી ઉપર મોહ પામે.”
મેતાર્યે તરત જ એ વાતનો વિરોધ કર્યો : “રાજકુમાર ઉપર મોહ પામે તેમાં આ મેતાર્યનો શું દી વળે ? મને તો મારી ઉપર મોહાય, હું જેવો છું-જે કુળ કે વંશમાં જનમ્યો છું તે કુળના એક સંતાન તરફ આકર્ષાય અથવા તો એનાં માતાપિતા, મારી મેતાર્ય તરીકે પસંદગી કરે તો જ મને સમાધાન થાય - તો જ દેવની સહાય લેખે લાગે. બનાવટી રાજકુમાર હું કેટલાક દિવસ રહી શકું?'
મેતાર્યના મિત્ર દેવને પણ એ વાત ગળે ઊતરી. છેવટે મેતાર્યને ત્યાં એક એવી બકરી મૂકવી કે જે રોજ એક-બે સુંડલા ભરાય એટલી સોનાની લીંડીઓ મૂકે અને રાજાને એ સુવર્ણભેટ મોકલવાથી રાજા મેતાર્યને કોઈક દિવસે પોતાની કન્યા આપવા લોભાશે એમ કર્યું. મેતાર્યને પણ એ યુક્તિ રુચી. રાજાઓ મોટે ભાગે લોભી તો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org