________________
નિઃશંક શ્રદ્ધા
૨૫
આંખો કૃત્રિમ તેજથી ચમકતી હતી. તે પાન ચાવતી રાજાની પાસે આવી ઊભી રહી.
“તમે તે સાધ્વી છો કે વેશ્યા? સાધ્વીને તે વળી આવાં શૃંગાર અને અલંકાર હોય ?'' રાજાએ પ્રશ્ન કર્યો.
સાધ્વી ખડખડાટ હસી પડી. “તમે તો કેવળ અલંકાર અને શૃંગાર જ જુઓ છો. પણ આ મારા ઉદરમાં છ-સાત મહિનાનો ગર્ભ જાળવી રહી છું તે કાં નથી જોતા ?'
ભ્રષ્ટાચારની સાક્ષાત્ મૂર્ત્તિ ! તેના ખડખડાટ-નિષ્ઠુર હાસ્યે શ્રેણિકને દિગ્મૂઢ બનાવી દીધો. આ તે સ્વપ્ન કે સત્ય એનો નિર્ણય કરે તે પહેલાં જ સાધ્વી જેવી સ્ત્રી બોલી:–
“તમે મને એકલીને આજે આ વેશમાં નિહાળી કદાચ આશ્ચર્યસ્તબ્ધ બન્યા હશો. પણ રાજ! તમે જો જરી ઊંડી તપાસ કરી હોત તો આખો સાધ્વીસંઘ મારા જેવી સ્ત્રીઓથી જ ઉભરાતો જોઈ શક્યા હોત. જેને છતી આંખે આંધળા અને છતે કાને બ્લેરા રહેવું હોય તેને બીજું કોણ સમજાવી શકે ? જૈન સાધુ અને સાધ્વીઓમાં રાખેલી શ્રદ્ધા કેટલી અસ્થાને છે તે હવે તમે જોઈ શક્યા હશો.'
છેલ્લા શબ્દો શ્રેણિક ન સાંભળી શક્યો. તેણે કાન ઉપર હાથ મૂક્યા, અને બોલ્યોઃ—
‘દુરાચારીઓ પોતે ભલે દુનિયાને પોતાના જેવી માની લ્યે, પણ મહાવીર પ્રભુનો સાધુ-સાધ્વીનો સંધ આટલો ભ્રષ્ટ, પતિત કે શિથિલાચારી ન હોય. તમારા જેવા એક-બેના ભ્રષ્ટ-ચારિત્ર ઉપરથી બીજા પવિત્ર સાધુ-સાધ્વીઓના સંબંધમાં નિશ્ચય કરવો એ આત્મઘાત છે. હું હજી પણ એમ માનું છું કે જૈન સાધુ અને સાધ્વીઓનો સંઘ તમારા કરતાં અસંખ્યગણો ઉન્નત, પવિત્ર અને સદાચારપરાયણ છે.’’
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org