________________
Sજ
અર્પણ + ક્ષમાશ્રમણ ન સંભવે એવી તેની શ્રદ્ધા હતી. એક વાર માર્ગે જતાં તેને એક જૈન મુનિનાં દર્શન થયાં. તેનો વેશ જૈન સાધુને બરાબર મળતો આવે તેવો હતો. છતાં તેના એક હાથમાં માછલાં પકડવાની જાળ હતી અને બીજો હાથ માંસભક્ષણ કરવાને તૈયાર હોય તેમ લોહીથી ખરડાયેલો હતો. એક જૈન સાધુની આવી દયાજનક દશા જોઈ રાજા શ્રેણિક ધ્રૂજી ઊઠડ્યો.
રાજાને પોતાની પાસે આવતો જોઈ મુનિએ જાળ પાણીમાં નાખી. જાણે કે જાળમાં માછલાં પકડવાનો તેનો નિત્યનો અભ્યાસ હોય એમ સૂચવ્યું. આ આચારભ્રષ્ટતા રાજાને અસહ્ય લાગી. - “અરે મહારાજ! એક જૈન સાધુ થઈને આટલી નિર્દયતા દાખવતાં તમને કંઈ જ લાજ નથી આવતી? મુનિના વેષને આ દુષ્કર્મ કેવળ અનુચિત છે.” શ્રેણિકે બળતા અંતઃકરણે આ શબ્દો ઉચ્ચાર્યા.
તું મારા જેવા કેટલાકને અટકાવી શકશે? સંઘમાં મારા જેવા એક નહીં પણ અસંખ્ય મુનિઓ પડ્યા છે, જેઓ આ જ પ્રમાણે મસ્ય-માંસ વડે પોતાની આજીવિકા ચલાવે છે.” મુનિએ જવાબ આપ્યો.
રાજાનો આત્મા હણાયો. તેની આંખ આગળ અંધાર છવાયો. મહાવીરસ્વામીના સંઘના મુનિઓ આવો અવળો માર્ગ સ્વીકારે એ તેને ત્રાસદાયક લાગ્યું.
તે આગળ ચાલ્યો. પેલું આચારભ્રષ્ટાતાનું દશ્ય ભૂલી શક્યો નહીં. તેને ક્ષણેક્ષણે મુનિની દુર્દશાના વિચાર પીડી રહ્યા.
થોડે દૂર તેને એક સાધ્વી મળી. તેના હાથ-પગનાં તળિયાં અળતાના રંગથી રંગેલાં હતાં. આંખમાં આંજેલા કાજળને લીધે તેની
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org