________________
નિઃશંક શ્રદ્ધા – [૨]
જેને કોઈ જાતનો નિશ્ચય નથી હોતો તે બીજી બધી રીતે કુશળ હોવા છતાં સિદ્ધિને વરી શકતો નથી. પવનના તોફાનમાં સપડાયેલી નૌકા જેમ આઘાત અને પ્રત્યાઘાતના પ્રહાર સહન કરતી આખરે તળિયે જઈને વિરામ લે છે તેમ નિશ્ચય કે શ્રદ્ધા વગરનો પુરુષ સંસારની અનેકવિધ વિટંબણાઓ અનુભવી મુંઝાય છે, વારંવાર માર્ગ બદલે છે અને છેવટે નિરાશ બની અધઃપાત વહોરી લે છે. શ્રદ્ધા એટલે સુમેરુપર્વત સરખો અડગ નિશ્ચય. દેવતાઓ પણ જેને ન ચળાવી શકે તેવી દઢતા. વિચાર અને અનુભવની પાકી એરણ ઉપર ઘડાએલી વીર વૃત્તિ. આવી શ્રદ્ધા બહુ જ ઓછા પુરુષોમાં પ્રત્યક્ષ થાય છે. શ્રેણિક રાજા આવી જ અનુપમ શ્રદ્ધા ધરાવતો અને એ શ્રદ્ધાના બળે જ, ભુલાતા જતા ઇતિહાસમાં પોતાનું નામ ઉજ્જ્વળ અક્ષરે અમર કરી ગયો છે.
શ્રેણિક રાજાને જિનદેવ, જિનગુરુ અને જિનધર્મ ઉપર અસાધારણ શ્રદ્ધા હતી. એક વાર દર્દુરાંક નામના દેવે તેની કસોટી કરવાનો નિશ્ચય કર્યો.
શ્રેણિક જૈન સાધુઓને પરમ વિરાગી, તપસ્વી અને નિઃસ્પૃહ માનતો. જૈન સાધુના જેવી વિરાગવૃત્તિ તેમજ નિઃસ્પૃહતા બીજે ક્યાંય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org