________________
હરિકેશિબલ
૧૬૭
મળી એ સૌભાગ્યને જીવનની મહાસિદ્ધિ માનતી. એટલે જ તે ઋષિપત્ની બનવા છતાં એનો ઉલ્લાસ શોષાયો નહોતો.
સુભદ્રાની વાત પૂરી થતાં જ યજ્ઞ-આચાર્યનું આહ્વાન સંભળાયું. બ્રાહ્મણો યજ્ઞવેદી તરફ વળ્યા. સુભદ્રા પણ એ તરફ મંદ પગલાં ભરતી બોલી રહી :
“ધર્મને અને કુળને કંઈ સંબંધ નથી. ચાંડાલ પણ તપના બળે સર્વોચ્ચ પદ મેળવી શકે છે.’’
---
न कुलं इत्थ पहाणं हरिएसबलस्स किं कुलं आसि । आकंपीया तवेणं सुरोवि जं पज्जुवासंति |
ધર્મમાં કુળને પ્રધાનતા નથી. હરિકેશિબલ શું ઉચ્ચ કુળના હતા? છતાં એમના તપે દેવોને વશ કર્યા હતા અને દેવો એમને પૂજતા હતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org