________________
નંદિષણ - [૫]
નંદિણના જન્મ પછી થોડા જ દિવસની અંદર એનાં માતા-પિતા એક પછી એક ચાલી નીકળ્યાં. માત્ર આયુષ્યના બળને બાદ કરીએ તો નંદિષણ દુર્ભાગ્યનું જ પૂતળું હતા એમ કહી શકાય. મા-બાપ વિહોણું બાળક પણ જો રૂપાળું અને ચપળ હોય તો તે પરાણે વહાલું લાગે. નંદિષેણમાં નહોતું રૂપ નહોતી ચપળતા. આડોશી-પાડોશીને એ જોવો નહોતો ગમતો. તેમ એવું કોઈ નજીકનું સગું નહોતું કે એને પોતાની હૂંફમાં લઈ ઉછેરે. દૂરનો એક મામો આવીને નંદિષણને પોતાને ઘેર લઈ ગયો. પણ ત્યાં મામા, મામી અને મામીની પુત્રીઓના તિરસ્કાર સિવાય બીજા કોઈ સારા સંસ્કાર ન પામ્યો.
અવગણના અને તિરસ્કાર વચ્ચે ઊછરતો આ નંદિષેણ બીજાં માતાપિતાનાં પુત્રપુત્રીઓ પ્રત્યેનાં ઉભરાતાં વાત્સલ્ય જોઈને ઘણીવાર વિચારના ચક્રાવે ચડી જતો. ‘“મારાં જ માતાપિતા અકાળે કાં ચાલી નીકળ્યાં ? એ હયાત હોત તો હું પણ આજે આવા જ લાડકોડમાં ન ઊછરતો હોત?' સુકુમાર બાળકોનાં સત્કાર-સન્માન થતાં જોઈને નંદિષણને એમની અદેખાઈ નહોતી આવતી. એને એમ થતું કે “મારામાં જ કંઈક એવી ઊણપ છે કે જેને લીધે ડગલે ને પગલે મારો તિરસ્કાર થાય છે.’’
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org