________________
૧૬૯
નંદિષણ એ દુઃખનું નિદાન શોધવા મથતો. પણ જ્યાં ભલભલા પંડિતો અને ચિંતકો થાપ ખાઈ જાય ત્યાં આ અભણ અને જડ જેવા નંદિષણનું શું ગજું? એ સમાધાન તો મેળવી શકતો નહિ પણ એવે ટાણે એનું છૂપું રહેલું સ્વમાન ધણધણી ઊઠતું. અંદરથી જાણે કે કોઈ ગર્જતું : “માતાપિતા વિહોણો છું, તેથી શું થયું ? મારામાં પણ સુખની વાંછના અને સ્વમાનની ભાવના છે. પ્રારબ્ધના યોગે કુરૂપ અને મતિમંદ છું, તેથી શું થયું? બીજા સંસારીઓઓની જેમ સ્નેહ અને સાવ પામવાનો મને પણ અધિકાર છે.'' દરિદ્રીના મનોરથની જેમ નંદિષણની મહત્ત્વાંકાક્ષાઓ મનમાં ઊગીને મનમાં જ વિલીન થઈ જતી.
નંદિષણ
ગમે તેવા કુરૂપ તેમ બુદ્ધિશૂન્ય માનવીમાં પણ કંઈક વિશિષ્ટતા તો હોય છે જ. નંદિષણની સેવાવૃત્તિ અને અથાક પરિશ્રમશીલતા એની એક અદ્ભુત વિશિષ્ટતા હતી. મામાને ત્યાં એને ગોઠી ગયું હતું અને એની પાંખો ઊડવા સારુ ફફડતી જ નહોતી એમ નહિ, પણ મામાના ઘરમાં એણે પોતાની અખંડ કર્તવ્યશીલતાને અંગે પોતાનું ખાસ સ્થાન મેળવી લીધું હતું. મામાને પણ થતું કે ઘરની આવી કાળજી, સંભાળ બીજો કોઈ ન રાખી શકે. નંદિષણ ન હોય તો ધરનો કારભાર ચુંથાઈ જાય. સવારમાં સૌથી પહેલો ઊઠીને નંદિષેણ ઘરકામમાં એવો ગૂંથાઈ જતો કે મોડી રાત્રે માંડ આરામ મેળવી શકતો. મામો નંદિષણ ઉપર નહિ તેટલો તેની સ્ફૂર્તિ અને સેવા-શક્તિ ઉપર પ્રસન્ન હતો.
ઘરકામ એ જ વસ્તુતઃ એની સાધના હતી. સાધના દરમિયાન એ પોતાના અભાવ-અપમાન બધું ભૂલી જતો. રાત્રે જ્યારે પથારીમાં પડતો અને નિદ્રા પણ રીસાઈ જતી ત્યારે તેનું મન કલ્પના-તરંગે ચડતું. નંદિષેણ જેવાને બીજો મહાન્ આદર્શ તો શું હોય પણ પોતે સામાન્ય ગૃહસ્થાશ્રમી હોય. પોતે પત્ની-પુત્રાદિ વચ્ચે વસતો હોય તો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org