________________
હરિકેશિબલ - [૪]
કાશીમાં વૈદિક ક્રિયાકાંડના દુર્ભેદ્ય કિલ્લા જેવા મનાતા રુદ્રદેવે એક મહાન યજ્ઞ-સમારંભ યોજ્યો હતો. યજ્ઞમાં હોમવાનાં વિવિધ દ્રવ્યોના ગંજ ખડકાયા હતા. સેંકડોની સંખ્યામાં આમંત્રાયેલા બ્રાહ્મણ કર્મકાંડીઓ અને પંડિતો માટે હંમેશાં ભારે ભોજનો તૈયાર રહેતાં. યજ્ઞમાં જે ઘી-દૂધ-જવ-મધ વિગેરે રોજ મણના હિસાબે હોમાતાં તેમાંથી નીકળતી ધૂમ્રરાશિ જોઈને યાજ્ઞિકો રોમાંચ અનુભવતા. તેઓ આ યજ્ઞ-સમારંભને સર્વથા શુદ્ધ-પવિત્ર રાખવા મથતા. કોઈ અનાર્ય, પ્લેચ્છ કે ચાંડાળનો પડછાયો સરખો પણ પડવા ન પામે તે માટે સતત સાવચેત રહેતા. - આ યજ્ઞમાં બેઠેલા બ્રાહ્મણોના કાને જેવી વાત આવી કે યજ્ઞમંડપ પાસે હરિકેશિબલ મુનિ આવ્યા છે કે તરત જ સૌ હાથમાં વાંસની જાડી લાકડીઓ લઈને બહાર નીકળી પડ્યા. યજ્ઞ-સમારંભમાં જાણે કોઈ દૈત્ય આવી ચડ્યો હોય અને હમણાં સૌને ભ્રષ્ટ કરી દેશે એવી બીક લાગી.
શ્રમણો યજ્ઞના પાકા અને ખુલ્લે ખુલ્લો વિરોધીઓ હતા, તેઓ કહેતા હતા કે અગ્નિમાં અનાજ-ઘી-દૂધ હોમવા માત્રથી દેવોને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org