________________
હરિકેશિબલ
૧૬૧
પહોંચી જાય, દેવો પ્રસન્ન થાય અને માનવ-સમાજનું શ્રેય થાય એવી વાતો સ્વાર્થીઓએ ઉપજાવી કાઢેલી હોવાથી માનવાજોગ નથી. બલિદાન તો ખરું જોતાં વાસનાઓનાં કે કષાયોનાં જ હોઈ શકેએમાંથી કોઈ કાળે માનવીને આત્મસિદ્ધિ લાધે.
જૈન શ્રમણો બ્રાહ્મણોના યજ્ઞ-યાગનો વિરોધ કરતા, અને છતાં આહારની શુદ્ધ સામગ્રી ત્યાંથી જ કદાચ મળશે એમ માની યજ્ઞમંડપ પાસે આવી ભિક્ષા માગતા. યાજ્ઞિકો આ પ્રવૃત્તિ કયાં સુધી સાંખી લે?
એટલે જ પંડિતોને જેવી ખબર પડી કે હિરકેશિબલ મુનિ ભિક્ષા માટે ફરતા ફરતા લગભગ યજ્ઞવેદી પાસે આવી ચડ્યા છે. એ જ વખતે, એમણે બહાર દોડી આવીને મુનિને લાકડીઓના મારથી ખોખરા કરવા હાથ ઉપાડ્યા.
બ્રાહ્મણોના ઉશ્કેરાટનું એક બીજું કારણ પણ હતું. હરિકેશિ શ્રમણ હતા તેમ પૂર્વાવસ્થામાં ચાંડાલ હતા. કોઈ કોઈ વાર બ્રાહ્મણો પણ શ્રમણોનું સન્માન કરતા અને એમને આહારાદિ વહોરાવતા. ધિરકેશિ મુનિ મૂળ ચાંડાલ હોવાથી એમનો પડછાયો પડે તો આજ સુધી દેવોને પ્રસન્ન કરવાની જે મથામણ કરી હતી તે નિષ્ફળ જાય-નવી ઉપાધિ આવી પડે એમ ધારી એ મુનિને જ્યાં હોય ત્યાંથી પાછા વાળવા માગતા હતા. મુનિ પણ જાણતા કે યજ્ઞ-સમારંભમાં એમનું સ્વાગત થવાનું નહોતું-કદાચ મરણાંત કષ્ટ સહન કરવું પડશે. પણ આ શ્રમણોને જીવન-મૃત્યુ બન્ને સરખાં હતાં. જીવનને : કૃપણના ધનની જેમ વળગી રહેવા નહોતા માગતા તેમ મૃત્યુના ઓળા માત્રથી ગભરાઈ જઈને નાસી જવાની નબળાઈ પણ એમનામાં નહોતી.
હરિકેશિ મુનિએ, હાથમાં વાંસની લાંબી લાકડીઓ લઈને, પોતાની સામે દોડી આવતો બ્રાહ્મણોનો સમુદાય જોયો. એક તો અતિ ઉગ્ર તપશ્ચર્યાને લીધે એમનો દેહ અસ્થિપિંજર જેવો બની ગયો હતો અને તે ઉપરાંત આજે એક મહિનાના ઉપવાસને પારણે તેઓ આહારની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org