________________
અર્પણ + ક્ષમાશ્રમણ
૧૬૨
શોધમાં નીકળ્યા હતા. જોરથી બોલવા જેટલી પણ તાકાત અત્યારે એમનામાં ન હોતી. ટોળાની મોખરે ચાલતા બ્રાહ્મણ આગેવાનોથી એ સ્થિતિ છૂપી ન રહી. એમને થયું કે આવા દીન-દુર્બળ ભિક્ષુકને પ્રહાર કરવામાં કંઈ બહાદુરી નથી. ભૂખથી મરવા પડેલા માણસ ઉપર પ્રહાર કરવો એમને ઠીક ન લાગ્યો. સમજાવટથી એ અનિષ્ટ ટળતું હોય તો ટાળવા પ્રયત્ન કરવો એમ ધારીને ટોળામાંના એકે મુનિને ઉદ્દેશીને કહેવા માંડ્યું : ‘“મહારાજ, મહેરબાની કરીને અહીંથી જ પાછા વળો તો ઠીક છે. નહિતર આ મૂઠીભર હાડકાં છે તે પણ ભાંગી જશે. આવા મલિન વેષે-જાતે ચાંડાલ થઈને, યજ્ઞમંડપમાંની વેદી તરફ દોડી આવો છો તે શરમાતા નથી?”’
બ્રાહ્મણો પણ પોતાના વિરોધી શ્રમણની તપસ્યા માટે શ્રદ્ધા રાખતા. માત્ર એમનો મલિન વેશ અને જન્મજાત ચાંડાલપણું એમના દિલમાં ધૃણા પ્રકટાવતું. વસ્તુતઃ એ માનસિક પ્રક્રિયા હતી. મુનિઓનું તપ એમના ઘણાખરા મેલને બાળી નાખતું. કૃષ છતાં તેજછટા દાખવતી એમની મુખમુદ્રા જોતાં, કોઈને પણ એમના પ્રત્યે બે હાથ જોડવાનું મન થઈ આવે : દિવસમાં બે-ચારવાર સ્નાન કરનાર ભોગ-વિલાસી સંસારી કરતાં આ મલિન કાયાવાળો તપસ્વી કોઈ દિવ્ય તેજનો અધિકારી છે એમ ધારીને જોનારને લાગે.
હરિકેશિ મુનિનું ચાંડાલપણું. એમની ઉગ્ર તપસ્યા અને શુદ્ધ ધ્યાનના અગ્નિમાં બળીને ભસ્મ થઈ ગયું હતું. એમના નેત્રોમાં જે કરુણા ઊભરાતી હતી તે તો માર માર કરતા આવતા શત્રુને પણ મંત્રમુગ્ધ કરી દે એવી હતી.
ટોળાના આગેવાનને શાંતિથી બોલતો સાંભળીને સૌને એમ થયું કે, ‘‘આવા વિરાગીઓ-ભિખારીઓની સાથે બહુ માથાઝીક કરવાની જરૂર નથી. લાકડીનો. પણ કોઈએ ઉપયોગ ન કર્યો એ ઠીક થયું
નકામી હત્યા લાગત.''
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org