SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ હરિકેશિબલા ૧૬૩ સમુદાયમાંથી જ કોઈ બોલ્યું : “થોડું ખાવાનું આપીને જવા દો ને હવે ફરી વાર આ તરફ ન આવે એમ કહી દો. બસ આવાઓની સાથે લાંબી ચર્ચા શી કરવી? સામેથી કોઈએ જવાબ આપ્યો : “દ્વિજોત્તમ બ્રાહ્મણો માટે તૈયાર કરાવેલા ભોજનમાંથી આવા અધમ દૈત્ય જેવા પુરુષને તે વળી ભાગ અપાતો હશે? રાખમાં ઘી હોમવું અને શ્રમણોને ભોજન આપવું એ બને બરાબર છે.” એ તો આપણા યજ્ઞોને આ શ્રમણો વિરોધ કરતા હોવાથી અળખામણા લાગે, બાકી તો એમના જેવા યમ-નિયમ પાળવાવાળા અને કષ્ટો સહન કરવાવાળા બીજા કોણ છે?” જે બાજુથી આ અરુચિકર શબ્દો આવ્યા તે તરફ સૌએ મીટ માંડી પણ કોણ બોલે છે એ ન કળાયું. ઘણાખરાને એમાં આકાશવાણીનો ભાસ થયો. - હરિકેશિબલ આ ઘોંઘાટમાં બોલે તો પણ કોઈ ન સાંભળે એવી સ્થિતિ હતી. સેંકડો વિરોધીઓની વચ્ચે જાણે એક અણનમ નિર્ભયતાની પ્રતિમા જેવો અતિ કુષ છતાં ખડતલ, વિનમ્ર છતાં ભસ્માચ્છાદિત અંગાર જેવો પુરુષ ઊભો હતો. એ મૌન હતો પણ જાણે કે એનું રૂંવેરૂવું બોલી રહ્યું હતું. આવ્યો છું ભિક્ષા લેવા. મળે તો ઠીક છે. નહિ મળે તો પરવા નથી. બાકી આ આખી યજ્ઞવિધિ અનર્થથી ભરેલી છે. રંક-જનો કોળિયો અન્ન ન પામતા હોય તેવે વખતે એવી ઉત્તમ સામગ્રી અગ્નિમાં હોમવી એ સમસ્ત માનવજાતિનો દ્રોહ છે. એમાં પુણ્ય છે એમ માનવું એ નરી આત્મવંચના છે. દેવતાની પ્રસન્નતાનો દાવો કરવો એ દંભ છે. દરેકે દરેક શ્રમણ ચાહે તો ભિક્ષા આપો યા ન આપો પણ પ્રાણ છે ત્યાં સુધી તેનો વિરોધ કરવાનો, કષ્ટનો પણ એટલી જ શાંતિથી સામનો કરવાનો.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002060
Book TitleArpan Kshamashraman
Original Sutra AuthorN/A
AuthorSushil
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2008
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy