________________
૧૫૯
કંઇક આચાર્ય બાળીને ભસ્મીભૂત કરી દીધો.
આજે પણ તે પ્રદેશ દંડકારણ્ય નામે ઓળખાય છે.
અંતઃપુરવાસિની પુરંદરયશાને તો આ વાતની બહુ મોડી જાણ થઈ. અકસ્માતું બે પક્ષીઓ કોઈ મોટા માંસપિંડ માટે પરસ્પરમાં લડતા અને એક-બીજાની ચાંચમાંથી માસપિંડ ખેંચતા જતા હોય એવું દેશ્ય અગાશીમાં એકલી આંટા મારતી પુરંદરયશાએ નિહાળ્યું.
તાજા મરેલા પશુ કે માનવીનું છૂટું પડેલું અંગ જ એ હશે અને પોતાના સ્વભાવ પ્રમાણે આ ગીધ જેવાં પક્ષીઓ અંદરઅંદર લડતાં હશે એવું અનુમાન કરી, પુરંદરયશા આગળ પગલું ભરે છે એટલામાં એ લોહીથી નીતરતી વસ્તુ એની સામે જ આવી પડી. ધારીને જોયું તો એ માંસનો કે દેહનો ટુકડો નહોતો-પોતાના એક વખતના સહોદર કુંદક મુનિનો “ઓધો હોય એવી પ્રતીતિ થઈ. પછી, તપાસ કરતાં, પુરોહિતના પ્રપંચને અંગે પાંચસો શ્રમણો સાથે પોતાના ભાઈને પણ ઘાણીમાં પિલાવું પડ્યું છે એવા સમાચાર મળ્યા. સાંભળતાં જ એનો પુણ્યપ્રકોપ ભભૂકી નીકળ્યો. રાજરાણી પુરંદયશા ચૂપચાપ મહેલની બહાર નીકળી ગઈ. એ પછી, અંતરના વિષાદને વિદારવા ભગવાન મુનિસુવ્રતસ્વામીના સાધ્વીસંઘમાં ભળી ગઈ.
जंतेहि पीलियाविहु, खंदगसीसा न चेव परिकुविया विइय परमत्थसारा खमंति जे पंडिया हूंति
યંત્રમાં-ઘાણીમાં પીલાવા છતાં અંદાચાર્યના ૫00 શિષ્યો કોપાયમાન ન થયા : પરમાર્થનો સાર જેઓ સમજે છે તે પંડિતો ગમે તેવું કષ્ટ સહન કરી લે છે.
૩વસમસ વું સામ00ામ્ શ્રમણપણાનો સાર જ ઉપશમ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org