________________
૧૬
અર્પણ + ક્ષમાશ્રમણ વળી આ તો ઉજ્જૈનીનું સ્મશાન ! અહીં આવી ચડેલો કાચોપોચો માણસ તો ફાટી જ પડે ! અહીં મધરાત્રીએ પિશાચો અને ભૂતનાં ટોળાં નૃત્ય ખેલે છે. ખાઉં ! ખાઉં ! સિવાય રાત્રીએ બીજો કોઈ ધ્વનિ આ ભૂમિમાંથી નથી ઊઠતો. માણસના અર્ધા બળેલા શબની અહોનિશ ઉજાણી ઉડાવનારા શિયાળ અને શ્વાન, રાતને વખતે રૌદ્ર સ્વરૂપ ધારણા કરતાં : જીવતા માણસને ફાડી ખાવા જેટલી તાકાત ધરાવતાં.
આ ભેંકાર સ્મશાનમાં, અવંતી સુકુમાલ એક ઠેકાણે કાયોત્સર્ગ કરીને ઊભો રહ્યો. એના પગની ચામડી ઉતરડાઈ ગઈ હતી - અંદરથી રુધિરની ધારાઓ નીકળતી હતી. મોડી રાતે, જ્યારે માત્ર તમરાના સ્વર જ સંભળાતા હતા ત્યારે શિયાળનાં બે-ચાર બચ્ચાં ગેલ કરતાં ત્યાં આવ્યાં. રુધિરથી ખરડાયેલા સુકુમાલના પગ જરા ડરતા ડરતા સુંધ્યા. ચત્તાપાટ પડેલા મૃતદેહને ચૂસવાના અભ્યાસવાળાં આ બચ્ચાંઓને મૃત જેવા માનવીની આવી ઊભી આકૃતિ આશ્ચર્ય-કારક લાગી હશે. લોહિયાળા પગ એમણે જીભથી જરા ચાટી જોયા. માનવીના રક્તમાં આવી મીઠાશ એમણે કદી નહોતી ચાખી. એ દોડતાં જઈને પોતાની માતા પાસે, કોઈ અજબ ખાદ્ય આવેલું હોવાની ચાડી ખાઈ આવ્યાં.
રાત્રે ઉજજૈનીના સ્મશાનની સામ્રાજ્ઞી જેવી ખુમારી રાખતી એક શિયાળણી મદભરી ચાલે, ગણીગણીને પગલાં ભરતી, અને અત્યારે માનવીની સત્તા કે શક્તિનો ખુલ્લો ઈનકાર કરતી હોય તેમ અવંતી સુકુમાલના કાઉસગ્નમાં રહેલા દેહ પાસે પહોંચી. એનાં બચ્ચાંઓ, મા સાથે હોવાથી નિર્ભય હતાં – એમને માતાની હિંસક તાકાત વિષે પૂરી શ્રદ્ધા હતી.
બચ્ચાંઓની જેમ જ શિયાળે, પ્રથમ તો સુકુમાલના પગ સંધ્યા : એના પગમાંથી જે રક્તધારા વહી રહી હતી તે જાણે સમસ્ત દેહમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org