________________
અવંતી સુકુમાલ
૧૯૫ નથી માગતો. અત્યારે એ નલિનીગુલ્મ-નલિનીગુલ્મના જ જાપ જપે છે. એના તનમનનો સાર કાઢયો હોય તો એમાંથી માત્ર નલિનીગુલ્મ” જ નીકળે. એને નલિનીગુલ્મની લગની લાગી છે.
પણ એમ મધરાતે નાસી છૂટવાથી નલિનીગુલ્મ થોડું જ મળી જવાનું હતું ? નલિની ગુલ્મ સામેથી ચાલીને સુકુમાલને ભેટવા થોડું જ આવવાનું હતું ?
સુકુમાલે આ બધા પ્રશ્નો યથાશક્તિ વિચારી જોયા હતા. સીધા જવાબ ભલે ન આપી શકે, પણ નિરાશ નહોતો બન્યો. એક સાધકની જેમ જ બધાં દુઃખ – બધાં વિનોનો સામનો કરવા તૈયાર થયો હતો. અત્યારે એની માતા ભદ્રા કે એની બત્રીસ સ્ત્રીઓ આવે તો પણ અવંતી સુકુમાલને એના માર્ગમાંથી ચલાવી શકે નહિ.
સુંવાળી ગાદી અને જાજમોના સ્પર્શ વિના જેના પગે બીજી કોઈ કઠણ વસ્તુનો કદી સીધો સ્પર્શ નથી કર્યો તે કાંકરો અને અણિયાળા પત્થરોને ખુંદતો ચાલ્યો જાય છે. પગમાંથી લોહીની ધારાઓ વહે છે તે તરફ એનું ધ્યાન નથી.
આખરે તે ઉજ્જૈનીના સ્મશાનમાં આવે છે. મૃત્યુ પામેલા માનવી અહીં જ ચિરશાંતિમાં સૂવે છે. સ્મશાન એટલે પરમ શાંતિની ભૂમિ. અવંતી સુકુમાલ માત્ર શાંતિ માટે અહીં સુધી અંધારી-અર્ધરાત્રીએ નથી આવ્યો ત્યારે શું સ્મશાનમાંથી ચાર ગતિના રસ્તા નીકળતા હોવાથી પોતે નલિની ગુલ્મ તરફ જઈ શકશે, એ ધ્યેય રાખીને જ અહીં આવ્યો હશે ? એકેકું ડગલું ભરતાં જેમ તીર્થભૂમિએ પહોંચાય તેમ સુકુમાલ પણ નલિનીગુલ્મ પહોંચવા માટે જ આ સાહસ ખેડતો હશે ?
કઠણમાં કઠણ ગણાતું હૈયું પણ આ સ્મશાનમાં- અંધારી રાતેએકલા આવતાં થડકી ઊઠે. સુકુમાલ તો, એ દૃષ્ટિએ પારણામાં પોઢતું એક બાળક જ ગણાય. એનું અંતર આ સ્મશાનની ભયાનકતા જોઈને નહિ ફફડી ઊઠયું હોય ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org