________________
અર્પણ + ક્ષમાશ્રમણ
૧૮૦
લેવા આવવું પડે. એ નગરીને માટે લાંછનરૂપ નથી ? બીજી જગ્યાએથી સારો આહાર મળતો હોય તો આ શ્રમણો ફરી ફરીને એક સ્થાને શા સારુ આવે ? ખરેખર આમાં શ્રમણોનો વાંક નથી. વાંક છે દ્વારકાનો, વાંક છે દ્વારકાના શ્રીમંતોનો ! તપસ્વીઓને યોગ્ય આહાર જ એ લોકો નથી વહોરાવતા ! માતાઓ પોતાના બત્રીસાઓનો લીલામાત્રથી ત્યાગ કરે છે અને આ શ્રમણો પણ જગકલ્યાણ માટે ઉગ્ર પરિસહો સહે છે, માત્ર દ્વારકાવાસીઓને જ આ શ્રમણોની કંઈ નથી પડી !
તરુણ તપસ્વીઓ પ્રત્યે મમતા અને સમવેદનાથી દ્રવતું દેવકીનું હૃદય એક જ શ્રમણની જોડીને ત્રણ ત્રણ વાર એક જ ઘરઆંગણે આવતી જોઈને ખળખળી ઊઠ્યું : ત્રીજી વાર આવેલા શ્રમણોને પૂછ્યું : “મહારાજ, દ્વારકાવાસીઓ શું એટલા બધા સ્વાર્થી અને કંજૂસ બની ગયા છે કે આપના જેવા શ્રમણોને એકના એક જ ઘરે આહાર માટે ત્રણ ત્રણ વાર આવવું પડે છે ?'
શ્રમણો, માતા દેવકીની મનની મૂંઝવણ સમજી ગયા. કારણ કે આ અનુભવ એમના માટે ઓચિંતો કે અણધાર્યો નહોતો. એમણે કહ્યું: “અમે છ ભાઈઓ સરખે-સરખી આકૃતિવાળા હોવાથી ઘણાને એવો ભ્રમ થાય છે. બાકી અમે તો છઠ્ઠના પારણે જુદા જુદા ઘરે વહોરતાં અકસ્માત જ અહીં આવી ચડ્યા છીએ. તમને સંશય થાય એ સ્વાભાવિક છે.’’
એક જ સરખી કાંતિવાળા, એક જ સરખા લાલિત્યવાળા આ છ શ્રમણો સહોદરો છે અને બે દિવસના ઉપવાસ પછી, દ્વારકાની શેરીઓમાં ફરતા ફરતા અચાનક જ પોતાના આંગણે આવી ચડ્યા છે તે જાણ્યા પછી દેવકી માતાનો ક્ષોભ સ્વાભાવિક રીતે જ શમી જવો જોઈએ, પણ એક વાર અતિમુક્ત મુનિએ કહેલી વાત એમના સ્મૃતિપટ ઉપર ફરી વળી. પોતાને આઠ પુત્રો થવાના છે અને આઠે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org