________________
ગજસુકુમાલ
૧૮૧ જીવતા રહેવાના છે એમ એ મુનિએ કહેલું : તો પછી આ છે શમણો – જે બરાબર કૃષ્ણને મળતા આવે છે તે મારા પોતાના પુત્રો તો નહિ હોય ? ઊંડી મર્મ વ્યથા વેદતી દેવકી માતાની વ્યાકુળતા વધી પડી. પૂછવું પણ કોને ?
બીજે દિવસે દેવકીજીએ નેમિનાથ ભગવાનની પર્ષદામાં જઈ પહેલો જ પ્રશ્ન એ પૂછયો કે : “ભગવદ્ ! કાલે મારે ત્યાં વહોરવા માટે આવેલા શ્રમણો મારા પોતાના પુત્રો તો નહિ હોય ?
હે દેવકી ! એ તમારા જ પુત્રો છે. નૈગમેલી દેવે જ તમારી પાસેથી લઈને સુલતાને આપ્યા હતા.”
કંસે જેનો વધ કર્યો છે એમ મનાતું હતું તે જ દેવકીના છ પુત્રો હયાત છે અને શ્રમણના વેષમાં રહી વિશ્વકલ્યાણ સાધી રહ્યા છે એ જોઈ દેવકીને આનંદ થયો. પણ એ આનંદ તો અગાધ સંક્ષોભની સપાટી ઉપરનો જ હતો. - પોતે સાત સાત પુત્રોની માતા હોવા છતાં કેટલી દુર્ભાગી છે તેની કલ્પના આવતાં દેવકીજીનું અંતર આર્તનાદ કરી ઊઠયું. છ-છ પુત્રોનો જન્મતાની સાથે જ ત્યાગ કરવો પડ્યો - સાતમો પરઘર જઈ ઊછર્યો. આ જ જો માતૃત્વનો લહાવો હોયતો સંતાન વગરની માતામાં અને પોતાનામાં ક્યાં ફેર પડે છે ? અકથ્ય સંતાપ વેદતી દેવકીજીના દેહમાંથી પરિતાપની, કોઈ ન જાણે એવી એક કંપારી છૂટી.
દેવકીએ પોતાના છ પુત્રો-શ્રમણોને વંદન કર્યું. માતાની છાતીમાંથી દૂધની ધારાઓ વહી, એટલું છતાં એમનાથી બોલી જવાયું. “આવા સુંદર ભાગ્યશાળી પુત્રોને પણ હું રમાડી શકી નહિ, ખોળામાં બેસારી એમને ઉછેરી શકી નહિ એ મારા જીવનનું મોટામાં મોટું દુર્ભાગ્ય છે.” એટલું બોલતામાં એમનાં બન્ને નેત્રોમાંથી આંસુ વહી નીકળ્યાં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org