SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૨ અર્પણ + ક્ષમાશ્રમણ પોતાના દુર્ભાગ્ય વિષે સંતાપ અનુભવતાં દેવકીજીને કોઈ વાતે ચેન નથી પડતું. એમને એમજ લાગે છે કે : “મારા કરતાં તો એક રંક પુત્રની માતા વધુ સુખી, વધુ સુભાગી છે – જે પોતાના બાળકને ગોદમાં બેસાડી યથેચ્છ સ્નેહ વરસાવી શકે છે. પોતાના સંતાન ઉપર રોષ કરનારતિરસ્કાર કરનાર અને બીજી જ પળે એને પોતાના ખોળામાં લઈ, કાલાંઘેલાં ગીત ગાનાર માતા મારા કરતાં વધુ પુણ્યશાળી છે.” સાત-સાત પુત્રોની જનની હોવા છતાં દેવકી માતાનું અતૃપ્ત હૈયું જાણે કે વાત્સલ્યની અમીધાર ઠલવવા એક પાત્ર માગતું હતું. પ્રબળ પુત્રેષણા અને અદમ્ય તલસાટ અનુભવતાં દેવકીજીને, એ પછી જે પુત્ર અવતર્યો તેનું નામ ગજસુકુમાળ, એજ આપણી આ ચરિત્રકથાના નાયક ગજસુકુમાળમાં, પોતાના સાત ભાઈઓની સાત્વિકતા અને સૌંદર્ય તો હતાં જ, તે સાથે સંયમ અને સુકુમારતાની સૌરભ પણ હતી. દેવકી માતાની આંતરિક સાધના સુકુમાલમાં સાકર બની હતી. માતાએ પ્રથમથી જ નિશ્ચય કર્યો હતો કે આ સુકમાળને એક પળને માટે આંખથી અળગો ન કરવો. સાત પુત્રો જે વાત્સલ્યથી વંચિત રહ્યા હતા, તેમાં એને સતત ડૂબેલો જ રાખવો. દેવકી માતાને, આ વખતે કોણ સમજાવે કે દેશભરનું પાવન કરનારી, લાખો અને કરોડો પ્રાણીઓમાં પ્રાણ તથા રસ પૂરનારી નદીઓ મૂળ તો એક નાના સ્ત્રોતમાંથી જ વહે છે. એ પોતાના જન્મસ્થાને બંધાઈ રહેતા નથી. જનની પણ એ જ રીતે પોતાના સત્ત્વશાળી પુત્રો વિશ્વને સમર્પી કૃતાર્થ બને છે. એમને ચાર દિવાલોના બંધનમાં રાખવાના પ્રયત્નો નિષ્ફળ નીવડે છે. એ નિષ્ફળતા વિશ્વનું શાશ્વત સદ્ભાગ્ય બની જાય છે. - ગજસુકુમાલ પુરા આઠ વરસનો નહિ થયો હોય એટલામાં તો તે પાંખ ફફડાવવા લાગ્યો. દેવકી માતાએ એને અંતઃપુરમાં પૂરી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002060
Book TitleArpan Kshamashraman
Original Sutra AuthorN/A
AuthorSushil
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2008
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy