SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૯ ગજસુકુમાલા યુવાનો સંસારના વૈભવો અને રંગરાગનો ત્યાગ કરી આત્મકલ્યાણ અને લોકકલ્યાણની સાધનામાં ઝૂકયા છે તે જોઈ એમને આ શ્રમણો માટે બહુમાન ઊપજ્યુ. આહાર વહોરવા આવેલા શ્રમણોને, તાજાસ્વાદિષ્ટ મોદક વહોરાવી, ભક્તિભાવપૂર્વક વિદાય કર્યા. શ્રમણો તો ગયા. પણ એ શ્રમણોની સ્મૃતિ દેવકી માતાને ચકડોળે ચડાવી ગઈ. કૃષ્ણની કાંતિ સાથે સ્પર્ધા કરે એવા આ બે યુવાનો કોણ હશે ? દ્વારકા કરતાં વિશ્વ ઘણું વિશાળ છે અને પુત્ર પ્રસવ કરનારી માતાઓ પણ ઘણી છે : એ રીતે મનને સમજાવવા છતાં દેવકી માતાની વાત્સલ્યની ઊર્મિઓ ઊભરાતી જ રહી. એટલામાં એવા જ બીજા બે શ્રમણોની જોડી, ભિક્ષા માટે એ જ આંગણામાં ફરી આવી ઊભી. દેવકીમાતાના અત્યારસુધીના કુતૂહલે એક આંચકો અનુભવ્યો. “બિચારા સંયમરૂપી ખાંડાની ધાર ઉપર ચાલે છે : છતાં પણ રસાસ્વાદ હજી નથી છૂટ્યો. પણ એમાં એમનો વાંક નથી : માબાપના સાનિધ્યમાં-ઘરમાં હોત તો કેટલાં તોફાન કરતા હોત?” ફરી દેવકીજી ઘરની અંદર જઈને મોદક લઈ આવ્યાં અને મુનિઓને વહોરાવ્યા. શ્રમણો એકના એક ગૃહસ્થને ત્યાં બીજીવાર બનતાં સુધી વહોરવા ન જાય, એમ દેવકીજી જાણતાં હતાં. માત્ર સરસ આહારની ખાતર આ યુવાન શ્રમણોએ બીજી વાર એક જ ઘરે આવવાની નબળાઈ દાખવી હશે; એમ વિચારી દેવકીજી એ આખી વાત ભૂલી જવા પ્રયત્ન કરતાં હતાં એટલામાં ત્રીજી વાર એવા જ બે શ્રમણોની જોડી આહાર વહોરવા ત્યાં આવી પહોંચી. છે શું આ ? દ્વારકામાં આટઆટલા શ્રીમંતો અને શ્રદ્ધાળુઓ વસવા છતાં બે સાધુને એકના એક જ ઘરે ત્રણ ત્રણ વાર આહાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002060
Book TitleArpan Kshamashraman
Original Sutra AuthorN/A
AuthorSushil
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2008
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy