________________
અર્પણ + ક્ષમાશ્રમણ
દર્શન પણ અમારા અહોભાગ્ય છે.'' દ્વારકાપુરીમાં શ્રેષ્ઠીઓ અને રાહદારીઓ આ દેશ જોઈ સ્તંભિત બન્યા.
૧૪૪
વાસુદેવ જેવા પુરુષ જેને વંદે છે-વાસુદેવને નમતા જોઈ, હજારો સામંતો અને માંડલિકોનાં મસ્તક જેમની આગળ ઝૂકે છે તેમની ઝોળી તો આજે પણ ખાલી જ છે. આહાર વગર પાછા વળેલા ઢંઢણ મુનિ પોતાના માર્ગે આગળ ચાલ્યા.
થોડી વારે એક વેપારી જેવા દેખાતા ગૃહસ્થે ઢંઢણ મુનિને ‘“મુનિ” શબ્દથી સંબોધ્યા ઃ હાથની અંજલી જોડી વિનંતી કરી : ભગવન્ ! મારે ત્યાં પધારશો ? શુદ્ધ આહારની જોગવાઈ છે.
ઢંઢણ મુનિને થયું કે આજે કંઈ અનુકૂળ એંધાણ કળાય છે. આજે વાસુદેવના કુમારને નહિ પણ ઢંઢણ નામના એક દીન-ઉપવાસી મુનિને એના પોતાના પુણ્ય, એની પોતાની શક્તિથી કદાચ થોડો આહાર મળી જાય એમ લાગે છે. ઢંઢણ મુનિ વેપારીની પાછળ એના ઘર સુધી ગયા. વેપારીએ પોતાના માટે બનાવેલા મોદક મુનિને વહોરાવ્યા.
ઢંઢણ મુનિનું મન આજે જરા હર્ષપ્રફુલ્લ હતું. પોતાને રાજકુમાર તરીકે નહિ પણ એક શ્રમણ કે તપસ્વી તરીકે જે આહાર મળ્યો હતો તે સર્વથા શુદ્ધ જ હોવો જોઈએ એવી આશા બંધાઈ હતી. અંતરાય કર્મને પણ એની મર્યાદા હોય છે. આટલે દિવસે એ અંતરાય ટૂટવો જોઈએ એમ આસપાસના સંયોગો જોતાં આભાસ થયો.
ભગવાન નેમિનાથ પાસે આવી ઢંઢણ મુનિએ પહેલો જ પ્રશ્ન કર્યો કે : ‘“ભગવન્ ! મારા અંતરાય આજે ટૂટ્યા હોય એમ જણાય છે. આજે મને જે આહાર મળ્યો છે તે મારી લબ્ધિથી મળ્યો હશે ?’'
ભગવાન નેમિનાથે કરુણાર્ક દૃષ્ટિએ ઢંઢણ મુનિ સામે નિહાળ્યું. આટલા દિવસ સુધી ભૂખ-તરસનો એકધારો પરિસહ વેઠવા છતાં ઢંઢણમુનિના વદન ઉપર પ્રથમની જ આત્મનિમગ્નતા વિલસતી તેઓ જોઈ શક્યા. ઢંઢણ મુનિને ઉદ્દેશીને તેઓ કહી રહ્યા :
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org