________________
૩૯
૩૯
હરિબળ માછી
અંધકારને લીધે એકબીજાનાં હોં જોઈ શકાય એમ નહોતું. વગર બોલ્યા તે બંને જણ અશ્વ ઉપર આરૂઢ થયાં. હરિબળે વધુ કંઈ વિચાર ન કરતાં ઘોડાને મારી મૂક્યો.
કેમ? બરાબર સંકેત પ્રમાણે જ આવી પહોંચી ને?” વળી ઘડીવાર રહીને પૂછયું, “તમારે કંઈ મારી બહુ રાહ નહીં જોવી પડી હોય !''
બાળાના બધા પ્રશ્નોના જવાબ માત્ર હુંકારમાં જ મળ્યા. બાળાને પણ થયું કે આ મૌનમાં કંઈક ભેદ છે.
રાતમાં ને રાતમાં જ ઘોડો તેના બે આરોહીઓને લઈ ઘણે દૂર નીકળી ગયો. હોંસૂઝણું થતાં સ્ત્રી-પુરુષે સામસામે જોયું અને બન્ને જણ ઊંડા વિચારમાં પડયાં. હરિબળ આ બાળાને ન ઓળખી શક્યો. અને બાળા આ માછીને ન ઓળખી શકી.
એક તરફ એક માછીમાર અને બીજી તરફ રાજવૈભવમાં ઊછરેલી વસંતશ્રી શી રીતે એકબીજાના સંસર્ગમાં આવ્યાં એ ભેદ જરા જાણવા જેવો છે. ભાગ્યલક્ષ્મી કેવી વિલક્ષણ રીતિએ પોતાના ભંડાર ખોલે છે તે આથી કંઈક સમજાશે.
હરિબળ માછી જે ગામમાં રહેતો હતો તે ગામમાં જિતારિ નામનો રાજા રાજ્ય કરતો હતો. તેને વસંતશ્રી નામની એક પુત્રી હતી. તે એક વાર ગોખમાં બેઠી બેઠી, જતાં આવતાં સ્ત્રી-પુરુષોને કુતૂહળની ખાતર જોઈ રહી હતી. એટલામાં એક નૌજુવાન ગોખ નીચેથી પસાર થયો. વસંતશ્રી તેની સામે જોઈ રહી. યુવક અદશ્ય થયો; પણ વસંતશ્રીની મોહનિંદ્રા ન ભાંગી. તેણીએ એક દીર્થ નિઃશ્વાસ મૂક્યો. પોતે કુંવારી છે અને આવા જ કોઈ એક સુંદર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org