________________
૪૦
અર્પણ + ક્ષમાશ્રમણ યુવાનના હાથમાં પોતાની જીવનનોકા મૂકવા માગે છે એ જિંદગીમાં પહેલી જ વાર સમજાયું.
વસંતશ્રીએ પોતાની દાસી માફરત પેલા યુવકની તપાસ કરાવી. એક રાત્રે બન્નેએ અરણ્યના દેવાલયમાં મળવાનો અને ત્યાંથી દૂર દેશમાં નાસી જવાનો સંકેત કર્યો. યુવકનું નામ હરિબળ હતું. તે ગામના એક શ્રીમંત પિતાનો પુત્ર હતો.
સંકેત પ્રમાણે મૂલ્યવાનું અલંકારો પહેરી એક અશ્વ સાથે વસંતશ્રી દેવાલયમાં હાજર થઈ. પણ પેલો શ્રેષ્ઠીપુત્ર-હરિબળ બીક કે કાયરતાને કારણે ઘરમાં જ પડી રહ્યો.
વસંતશ્રીએ જ્યારે દેવાલયમાં આવી હરિબળને પહેલ-વહેલું સંબોધન કર્યું ત્યારે તેણીને એવો તો સ્વપ્ન પણ ખ્યાલ નહીં આવ્યો હોય કે હરિબળ-શ્રેષ્ઠીપુત્રને બદલે હરિબળ માછી સાથે તેનો સ્નેહસંબંધ યોજાય છે. પછી તો વિધિનો પોતાનો જ આ સંયોગ સાધવામાં મુખ્ય હાથ છે એમ માની વસંતશ્રીએ હરિબળ માછીને પોતાના જીવનનિયંતા તરીકે સ્વીકાર્યો. બન્નેએ ગાંધર્વવિધિએ લગ્ન કર્યા અને પતિપત્ની રૂપે, વિશાળા નગરીમાં જઈ વસ્યાં.
અહીં હરિબળને રાજ્યમાં સારી પ્રતિષ્ઠા પ્રાપ્ત થઈ
તે પોતાની સાહસિકતા, વીરતા અને સચ્ચરિત્રતાના પ્રતાપે થોડા જ વખતમાં લોકપ્રિય થઈ પડ્યો.
એક દિવસે વિશાળાના સ્વેચ્છાચારી નૃપતિની બુદ્ધિ બગડી. તે હરિબળની ધર્મપત્ની-વસંતશ્રીના રૂપ ઉપર મુગ્ધ થયો. તેણે ઓચિંતું બહાનું કહાડી હરિબળને બહારગામ મોકલ્યો અને પાછળથી કોઈ ન જાણે તેમ વસંતશ્રીના આવાસમાં આવી, પોતાની પાપવાસના પ્રકટ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org